હજુ પણ વરસાદ ગુજરાતમાં નાખશે ‘ધામા’; રાજ્યભરમાં ૮મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં તો અષાઢ માસમાં જ અષાઢી માહોલ સર્જાયો છે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોરતામાં શરૂ થયેલા વરસાદનો રાઉન્ડ આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ધામા નાખે તેવી આગાહી રાજયના હવામાન વિભાગે કરી છે. આવતીકાલે કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે હળવતાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે આ વરસાદી માહોલ હજુ 8મી સપ્ટેમ્બર સુધી યથાવત રહી શકે છે.