ગુજરાતમાં લીલા શાકભાજીના ભાવ આસમાને, 30 થી 40 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં જીવન જરૂરીયાતની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાદ્યતેલ બાદ લીલા શાકભાજીની કિંમતો બમણી થઈ છે. આ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ થયેલા ભારે કમોસમી વરસાદથી શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત હાલમાં લગ્નસરાની સીઝનને પગલે શાકભાજીની માગમાં વધારો થતા ઓળાના રીંગણા, ટામેટા, કોથમરી સહિતના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દિવાળા બાદથી ધીરે-ધીરે વધતો શાકભાજીના ભાવ છેલ્લા 20 દિવસમાં ડબલ થઈ ગયો છે. શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો ચોક્કસ થશે, પરંતુ ઘટાડો થવાની શક્યતા નહિવત્ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
માગની સરખામણીએ આવક ઓછી નોંધાતા ભાવમાં બમણો વધારો
કમોસમી વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાતા ઘણી શાકભાજી બળી ગઈ છે. કેટલીક શાકભાજીને પાણીના કારણે નુકસાન પહોંચ્યું હોવાથી ઉતારી મોડો આવી રહ્યો છે. જેથી માગની સરખામણીએ આવક ઓછી નોંધાતા ભાવમાં બમણો વધારો થયો છે. શાકભાજીના નવા ભાવ પર એક નજર કરીએ તો રીંગણા પ્રતિ કિલો રૂ.120-150, કોબિજ પ્રતિ કિલો રૂ.50-60, કોથમિર પ્રતિ કિલો રૂ.80-100, ટમેટા પ્રતિ કિલો રૂ.70-80, ભીંડા પ્રતિ કિલો રૂ.120-140, ફ્લાવર પ્રતિ કિલો રૂ.80-100, ગુવાર પ્રતિ કિલો રૂ. 160-180, વાલોર પ્રતિ કિલો રૂ.120-150, લીંબુ પ્રતિ કિલો રૂ.50-80, મુળા પ્રતિ કિલો રૂ. 50-60, દુધી પ્રતિ કિલો રૂ.50-60, કારેલા પ્રતિ કિલો રૂ.80-100, કાકડી પ્રતિ કિલો રૂ. 80-100 થયો વધારો થયો છે.
આપણ વાંચો: યુવતીને માર મારી પગમાં ફ્રેક્ચર કરનારાને પોલીસે એવો તો માર્યો કે…



