અમદાવાદટોપ ન્યૂઝ

Gujarat Politics: મોદી અને રાહુલ ગાંધી એકસાથે ગુજરાત પ્રવાસે, શું થશે કોઈ રાજકીય નવા જૂની?

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra odi) અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બંને બે દિવસ માટે એક સાથે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ ઘણા નિષ્ણાતો રાજકીય નવા જૂની થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. રાહુલ ગાંધી આજે કૉંગ્રેસ ભવન ખાતે 4 અલગ અલગ બેઠક કરશે. જેમાં કૉંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1.30 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી સેલવાસામાં નમો હોસ્પિટલ સહિત 2587 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. પીએમ મોદી ચાર દિવસમાં બીજી વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરના 1:30 વાગ્યે સુરતના એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ સેલવાસા જવા રવાના થશે. જ્યાં મોદી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટીયા હેલીપેડ પર પહોંચશે. સાંજે 4:30 વાગ્યે પર્વત પાટીયાથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યા બાદ 5 વાગ્યે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરશે અને સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ માટે રવાના થશે. જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે 8 માર્ચે સુરત એરપોર્ટથી નવસારીના કાર્યક્રમમાં જવા માટે રવાના થશે.

સુરત પાલિકાએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ પરથી સીટી અને બીઆરટીએસ બસ દિવસ દરમિયાન નહી દોડાવાવનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો…શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, આ કામ કરવાથી બચો નહીંતર…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડમાં આવશે તે રૂટ પર બીઆરટીએસ અને સીટી બસના 30 રૂટ આવે છે અને તે રૂટ પર 448 બસ દિવસ દરમિયાન દોડે છે અને આ રૂટ પર મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ દોડી રહી છે. જોકે, આ દિવસે 448 દોડશે નહીં તેથી આ વિસ્તારમાં આવવા જવા માટે મુસાફરોએ ખાનગી વાહન કે રીક્ષાનું તગડું ભાડું ચૂકવી મુસાફરી કરવી પડશે.

બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠક કરશે. આ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે. જ્યારે બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખ, બપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધન કરશે.

આ પણ વાંચો…શેરમાર્કેટના દેવાએ પિતાને આવો હેવાન બનાવી દીધો, દીકરા અને પત્નીની હત્યા કરી ને…

બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠક કરશે. આ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે. જ્યારે બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખ, બપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધન કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button