અમદાવાદ

PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર માટે 870 જગ્યાઓ પર ભરતી! જાણો શું છે શૈક્ષણિક લાયકાત?

અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ સહિતની 13591 જગ્યાઓ પરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI વાયરલેસ (PSI Wireless) અને ટેકનિકલ ઓપરેટરની (Technical Operator) કુલ 870 જગ્યાઓ માટેની સત્તાવાર જાહેરાત કરી છે.

જો કે આ પદ માટે કયા ઉમેદવારો અરજી કરી શકે તે અંગે મુંજવણ હતી. જો કે હવે બોર્ડે તેની વિગતવાર જાહેરાત કરી દીધી છે. ચાલો જાણીએ શું છે શૈક્ષણિક લાયકાત (Educational Qualification) અને કોણ કરી શકે છે અરજી?

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2026 માટે PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની કુલ 870 જગ્યાઓ માટેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાત પોલીસ ભરતીના નિયમો અનુસાર, આ ટેકનિકલ પદો માટે માત્ર એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ જ અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે એન્જિનિયરિંગની કોઈપણ એક શાખામાં બેચલર ડિગ્રી (BE / B.Tech) હોવી જરૂરી છે.

ઉમેદવારો પાસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (Electronics and Communication), ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન (Electronics and Telecommunication), ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ (Electronics Engineering), ઇન્ફોર્મેશન ટેકનોલોજી (Information Technology – IT), ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (Information and Communication Technology – ICT), કોમ્પ્યુટર એન્જિનિયરિંગ (Computer Engineering) અથવા કોમ્પ્યુટર સાયન્સ (Computer Science)ની ડિગ્રી હોવી જોઈએ.

PSI વાયરલેસની કુલ 172 અને ટેકનિકલ ઓપરેટરની કુલ 698 જગ્યાઓ બંને મળીને કુલ 870 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે ઓનલાઇન અરજીની શરૂઆત 09 જાન્યુઆરી, 2026થી થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી, 2026 છે. આ પદ માટે વય મર્યાદાની વાત કરવામાં આવે તો વધુમાં વધુ 35 વર્ષ રહેશે, જો કે નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. ઉમેદવરો આ પદ માટેની અરજી ojas.gujarat.gov.in વેબસાઈટ પર કરી શકશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button