દારૂ છુપાવવાનો અનોખો કીમિયો: અમદાવાદમાં ટોઇલેટના કમોડની નીચેથી મળી દારૂની 792 બોટલો!

દારૂ છુપાવવાનો અનોખો કીમિયો: અમદાવાદમાં ટોઇલેટના કમોડની નીચેથી મળી દારૂની 792 બોટલો!

અમદાવાદ: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે નીતનવા કીમિયો અપનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં દારૂને સંતાડવાનો બુટલેગરનો કીમિયો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બારેજા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, પોલીસે ટોઈલેટમાં કમોડની નીચે ખાડો ખોદીને સંતાડેલી 792 નંગ દારૂની બોટલો ઝડપી લીધી હતી.

મળતી વિગતો અનુસાર, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બારેજા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ પકડથી બચાવવા માટે ગુપ્ત રીતે સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આરોપીએ દારૂને છુપાવવા માટે અનોખો જ કીમિયો જ અપનાવ્યો હતો, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ દારૂને ટોઈલેટમાં કમોડની નીચે ખાડો ખોદીને સંતાડયો હતો. તે સિવાય મકાનની દિવાલમાં પણ ગોખલા બનાવીને દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર એલસીબીના દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની નાની-મોટી બોટલો, બિયર ટીન અને બ્રિજર્સ સહિત કુલ 792 નંગનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂપિયા 2,76,550 છે. હાલ, પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓને કડક સંદેશ મળ્યો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં બે વર્ષમાં આટલા કરોડનો વિદેશી દારૂ પકડાયો, આંકડો જાણીને ચોંકી જશો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button