પોલીસકર્મી પત્ની પર પેટ્રોલ છાંટી, માતા સાથે રૂમમાં પૂરી ગેસનો નૉબ ખુલ્લો મૂક્યો અને…

અમદાવાદઃ ભુજ શહેરના એરપોર્ટ રોડ પર ૩૬ ક્વાર્ટર નામના પોલીસ રહેણાંક વિસ્તારમાં રહેનારાં કોન્સ્ટેબલ પતિએ તેની કોન્સ્ટેબલ પત્ની પર પેટ્રોલ છાંટી, સાસુ (પત્નીની માતા) સાથે રૂમમાં બંધ કરીને રાંધણ ગેસના ચુલાના નોબ ચાલુ કરીને નાસી છૂટ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવતાં ચકચાર પ્રસરી છે.
નલિયાના પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણબેને ભુજ એ-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં રથયાત્રા બંદોબસ્તમાં ગયા ત્યારે ગઢશીશા પોલીસ મથકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ અલફાઝ ઈકબાલ પંજા સાથે પ્રેમ થયા બાદ અમરેલીમાં પરિવારની હાજરીમાં મેરેજ રજિસ્ટર શાખામાં લગ્ન કર્યા હતા.
આપણ વાચો: ઉત્તર પ્રદેશમાં મહિલાને મળવા દબાણ કરતો હતો પ્રેમી, વાત ન માની તો પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી…
તેમના માતા પુષ્પાબેનને ઘૂંટણની તકલીફ હોવાથી સારવાર માટે ભુજ આવતા રહેતા હતા અને એરપોર્ટ રોડ પરના ક્વાર્ટરમાં સાથે રહેતા હતા. જોકે, પતિ દ્વારા અવાર-નવાર પારિવારિક-નોકરીની બાબતોમાં શક વહેમ રાખીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો આવતો હતો.
દરમિયાન પતિના સ્માર્ટફોનમાં જોતાં શેર બજારમાં ૪.૪પ લાખનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળતાં આ બાબતે વિવાદ થતાં ઉશ્કેરાયેલા પતિએ હુમલો કરી દીધો હતો. ઝઘડાને શાંત કરવા વચ્ચે પડેલાં સાસુને ધક્કો મારી રૂમમાં પુરી દીધાં હતાં.
આપણ વાચો: ડ્રાઈવરે જાતે જ પેટ્રોલ છાંટી કારને સળગાવી દીધી! સાચું કારણ જાણી તમે પણ ચોંકી જશો
આ દરમિયાન ઘરમાં રહેલાં અડધો લીટર પેટ્રોલ ભરેલી બોટલને પત્ની પર છાંટી દેવામાં આવ્યું હતું અને તેને પણ રૂમમાં બંધ કરી રસોડામાં ગેસનો ચુલો ચાલુ કરી,બહારથી કડી મારી પોતે બહાર નીકળી ગયો હતો.
રાડારાડ કરતાં ઉપર રહેતા મહિલાએ ત્વરિત નીચે આવીને માતા-પુત્રીને ઘરમાંથી બહાર કાઢયા હતા અને તાત્કાલિક ગેસના નોબ બંધ કરી દેતાં દુર્ઘટના ટળી ગઈ હતી.
આ બનાવ સંદર્ભે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે શારીરિક માસનિક ઉત્પીડન અને જાનથી મારી નાખવાના ઈરાદા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



