અમદાવાદ

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા નજીક કારે પાંચ શ્રમિકને ઉડાડ્યા, બેના મોત

અમદાવાદઃ વડોદરાના પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે. અહીં કામ કરી રહેલા મજૂરોને એક પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા, જેમાંથી બે મજૂરના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ મજૂરો સદ્નસીબે બચી ગયા હતાં.

અહીંના પાદરાના સરસવણી ગામ પાસ હાઈ વે પર મજૂરો સમારકામ કરી રહ્યા હતા. બુધવારે સવારે વડોદરાથી ભરૂચ તરફ જતા રસ્તા પર એક કારચાલકે કાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને કાર સીધા કામ કરી રહેલા મજૂરોમાંથી પાંચ મજૂર પર ફરી વળી હતી.

આપણ વાચો: નૂંહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 7 સફાઈકર્મીના મૃત્યુ, 4 ઘાયલ

જેમાં દિલીપ દહિયા અને મનોજ કુમારના નામના બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડવા ટીમ રવાના કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button