ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, ભારે વરસાદની આગાહી | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, ભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાત પર એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે નર્મદા, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 4 થી 7 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે. જેમાં વરસાદના નવા રાઉન્ડમાં રાજયમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાહત અને બચાવ માટે ટીમો તૈનાત

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જીલ્લા મથકે તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો…વીકએન્ડમાં મુશળધાર વરસાદની આગાહી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button