ગુજરાતની 54 હજારથી વધુ સ્કૂલોમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ | મુંબઈ સમાચાર

ગુજરાતની 54 હજારથી વધુ સ્કૂલોમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

અમદાવાદ : ગુજરાતના ઉનાળુ વેકેશન બાદ આજથી રાજયની 54 હજારથી વધુ સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. વર્ષ 2024-25ના 35 દિવસના ઉનાળું વેકેશન બાદ ફરી એકવાર રાજ્યના હજારો સ્કૂલ કેમ્પસમાં 1.15 કરોડ જેટલા બાળકોએ આજથી અભ્યાસ શરૂ કર્યો છે. વર્ષ 2025-26ના પ્રથમ સત્રમાં શિક્ષણકાર્ય માટે 105 દિવસ અને બીજા સત્રમાં 144 દિવસની ફાળવણી કરવામાં આવી છે.

કુલ 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે

જ્યારે બોર્ડના કેલેન્ડર મુજબ નવા વર્ષનું પ્રથમ સત્ર 9મી જૂન-2025થી 15મી ઓક્ટોબર-2025 સુધી ચાલશે. તેની બાદ 16મી ઓક્ટોબર-2025થી 5મી નવેમ્બર-2025 સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. 6ઠ્ઠી નવેમ્બર-2025થી કુલ 144 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે જે 3જી મે 2026 સુધી ચાલશે. 4થી મે 2026ના રોજ 35 દિવસનું ઉનાળું વેકેશન આપવામાં આવશે જે 7મી જૂન-2026 સુધી ચાલશે.

આપણ વાંચો:  ગુજરાતમાં ફરી ગરમીનો પારો વધ્યો, હવામાન વિભાગે કરી આ આગાહી

આ પછી વર્ષ-2026-27નો પ્રારંભ 8મી જૂન-2026થી થશે. આમ બોર્ડના કેલેન્ડર મુજબ ગુજરાતનું શિક્ષણ વિભાગે ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં CBSEની માફક એપ્રિલથી નવા સત્રની શરૂઆત કરવાના નિર્ણય મોકૂફ રાખ્યો છે.

Back to top button