અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ છે. જેમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

ગીર સોમનાથ અને દીવમાં પણ અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આ જિલ્લાઓ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સુરેન્દ્રનગરના અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને દીવમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિત દીવમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો…‘કાં વાદળ કાં વીજ’: કચ્છી નવા વર્ષનું શુકન સચવાયું: લખપત, ભુજમાં વરસાદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button