અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ચાર સ્પેશિયાલિસ્ટ Doctor ના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા…

અમદાવાદઃ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા રાજ્યના ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના(Doctor)બેદરકારી બદલ લાઈસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. બેદરકારી, ગેરશિસ્ત જેવા કારણોસર વડોદરાના બે, હિંમતનગર અને વેરાવળના એક-એક તબીબ સામે પગલાં લેવામાં આવ્યા છે.

વડોદરાના બે ડોકટર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત મેડિકલ કાઉન્સિલે વડોદરાના ગાયનેકોલોજીસ્ટ અને પીડિયાટ્રીશિયન વિરુદ્ધ ઇન્સ્યોરન્સ કંપનીની ફરિયાદ મુજબ બંને પોતાની જ હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઇ બીજા ડોક્ટરની ખોટી સહી કરીને ઇન્સ્યોરન્સ કલેઇમ માટે મૂક્યો હતો. આ બાબત સાબિત થતાં બંનેના લાઈસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કર્યા છે.

વેરાવળ અને હિંમતનગરના ઓર્થોપેડિક ડોકટર

જ્યારે વેરાવળ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જનની વિરુદ્ધમાં દર્દીની વિરુદ્ધ ખરાબ વર્તનની ફરિયાદમાં તેમને કાઉન્સિલ ખાતે ચાર વખત સુનાવણી માટે બોલાવવા છતાં તેઓ હાજર ન થતાં નિયમ પ્રમાણે જયાં સુધી સુનાવણી માટે હાજર ન થાય ત્યાં સુધી લાઈસન્સ સસ્પેન્ડ કરાયું છે.

આ ઉપરાંત હિંમતનગરની એક ઓર્થોપેડિક હોસ્પિટલના ડોકટર દ્વારા દર્દીના પગના ઓપરેશન બાદ ડિસ્ચાર્જ થયા બાદ પગમાં જાળીનો ટુકડો (Gauze piece) હોવાની ફરિયાદ અને આ વીડિયો એફએસએલ દ્વારા સાચો હોવાનો રિપોર્ટ આવતા ડોકટરનું લાઈસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરાયું છે. આમ, ગુજરાત મેડિકલ કાઉન્સિલની મળેલી સભામાં આ ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના લાઈસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો હતો.

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો