અમદાવાદ

ગુજરાતને મળી શકે છે વધુ 10 નવી મહાનગર પાલિકા! રાજ્ય સરકાર વિચારણા

અમદાવાદ : ગુજરાત સરકારે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી રહી છે. જો કે હવે આગામી સમયમાં સરકાર દ્વારા વધુ 10 નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાની તૈયારીઓ કરી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે.

14 વર્ષ બાદ રચી 9 મહાનગરપાલિકા
રાજ્ય સરકાર દ્વારા છેલ્લે વર્ષ 2010માં ગાંધીનગર મનપાની રચના કર્યા બાદ 14 વર્ષ પછી નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી છે. નવી મનપાની રચનાની વચ્ચે રાજયમાં હવે બીજા તબકકામાં વેરાવળ, સોમનાથ, ભુજ, અમરેલી સહિત વધુ 10 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવા માટે પણ તૈયારી કરી રહી હોવાની શક્યતા છે. આથી વર્ષ 2025ના અંતે રાજયમાં કુલ 27 મહાનગરપાલિકાઓ હશે તેવા સંકેત મળી રહ્યા છે.

કઈ 10 નગરપાલિકાનો થશે સમાવેશ?
સૂત્રોના જણાયા અનુસાર 10થી વધુ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતર કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. આ સાથે જ 20થી વધુ ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં પરિવર્તન કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. હવે રાજય સરકાર સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટી નગરપાલિકાઓમાં વેરાવળ, સોમનાથ, ભુજ, અમરેલી ઉપરાંત રાજયની અન્ય મોટી નગરપાલિકા જેમાં ભરૂચ, પાટણ, ગોધરા, વલસાડ, પાલનપુર અને હિંમતનગરનો સમાવેશ થાય છે તેને આગામી દિવસોમાં મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો…અમદાવાદની શોભા વધશે; હેલ્મેટ સર્કલ, પકવાન અને નમો-સ્ટેડિયમ પર બનાવાશે વર્ટિકલ ગાર્ડન

નવી મનપામાં જિલ્લા કલેકટરો વહીવટદાર
કેબિનેટની બેઠકમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ, વાપી, આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button