અમદાવાદ

ગુજરાતમાં વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખથી વધુ કેસનું થયું સમાધાન

ચલણના ૨,૮૫,૮૩૭ કેસ પૂર્ણ થયા જેનાથી રૂપિયા ૧૭.૧૫ કરોડની આવક થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ ૨૦૨૪ની અંતિમ લોક અદાલતમાં ૨,૪૬,૧૮૪ કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાષ્ટ્રીય લોક અદાલતમાં ગુજરાતને અભૂતપૂર્વ સફળતા મળી હતી. રાજ્યની અદાલતોમાં હજારો નહીં પરંતુ લાખો કેસ પેન્ડિંગ પડ્યાં છે, જેમાં ઘણા કેસની તો હજુ સુનાવણીઓ બાકી છે. ચલણના ૨,૮૫,૮૩૭ કેસો પૂર્ણ થયા જેનાથી રૂપિયા ૧૭.૧૫ કરોડની આવક થઈ હતી.

આ પણ વાંચો: અકસ્માત કેસ: લોક અદાલતના ઇતિહાસમાં સૌથી વધુ ૫ કરોડ ૪૦ લાખનું વળતર ચૂકવાયું

દાંપત્ય જીવનની 3,004 તકરારનો અંત

સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજ્યભરમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી ૩૦૦૪ તકરારોનો પણ અંત આવ્યો હતો. આ વર્ષની છેલ્લી લોક અદાલતમાં દસ વર્ષ કે તેથી જૂનાં ૧,૨૯૬ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષ ૨૦૨૪માં કુલ ચાર લોક અદાલત યોજાઈ હતી, જેમાં કુલ ૨૧,૬૧,૦૪૮ કેસનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.

ઇ ચલણના કુલ 2.85 લાખ કેસ પૂરા થયા

આ ઉપરાંત રાજ્યના કુલ ૩,૩૦,૬૫૫ પ્રિ- લિટિગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયું હતું, ઇ-ચલણના કુલ ૨,૮૫,૮૩૯ કેસો પૂરા થયા જેનાથી રૂ. ૧૭.૧૫ કરોડની વસૂલી કરવામાં આવી છે. રાજ્યભરની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી ૩,૩૦૪ તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો હતો, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કેસો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ સિટીમાં ફેંસલા થયા હતા.

10 વર્ષ જૂના 1,296 કેસનો આવ્યો ઉકેલ

રાજ્યભરની તમામ અદાલતોમાં યોજાયેલા મધ્યસ્થી એટલે કે કન્સિલિયેશનની વ્યવસ્થાના લાભના કારણે ૧૦ વર્ષ જૂના ૧૨૯૬ કેસોનો સુખદ નિવેડો આવ્યો હતો. આ સફળતા જોતાં આગામી સમયમાં પણ કાયમી ધોરણે આ મધ્યસ્થીની વ્યવસ્થા ચાલુ રાખી પ્રતિ માસ સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવાનું નામદાર ચીફ જસ્ટિસે નિર્ણય કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button