2054 બેઠકમાંથી 1922 બેઠકના પરિણામો જાહેરઃ જાણો કોના ભાગમાં કેટલી

અમદાવાદઃ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આમ તો એકતરફી છે અને મોટેભાગે બધે જ ભગવો લહેરાયો છે, પરંતુ અમુક પાલિકા કે પંચાયતોએ ભાજપને ઝટકો આપ્યો છે. 2054 બેઠકમાંથી 1922 બેઠકના પરિણામો જાહેર થયા છે, જેમાંથી 1407 બેઠક પર ભાજપના સભ્યોની જીત નોંધાઈ ચૂકી છે જ્યારે કૉંગ્રેસના ભાગે માત્ર 289 બેઠક આવી છે અને 226 બેઠક પર અન્ય પક્ષ કે અપક્ષનો વિજય થયો છે.
ભાજપ માટે ઝટકા
ભાજપની મોટેભાગ જીત થવા છતાં અમુક જગ્યાએ ભાજપે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સલાયામાં ભાજપ ખાતુ જ ખોલાવી ન શક્યાનું જાણવા મળ્યું છે. અહીં ભાજપને એક પણ બેઠક પર જીત મળી નથી જ્યારે કૉંગ્રસે ખાતું ખોલાવતા 15 બેઠક હાંસલ કરી છે જ્યારે આમ આદમી પક્ષને પણ 13 બઠક અહીં મળી છે.
આ પણ વાંચો : ગુજરાત સ્વરાજ ચૂંટણીઃ જૂનાગઢ અને ચોરવાડમાં જબરી ઉલટફેર…
બીજી બાજુ પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. અહીં રાણાવાવમાં સમાજવાદી પક્ષના વિધાનસભ્ય કાંધલ જાડેજાનો કરિશ્મા કામ કરી ગયો છે. સપાને અહીં 28માંથી 20 બેઠક મળી છે જ્યારે કુતિયાણામાં સપાને 24માંથી 14 બેઠક પર રસાકસી બાદ વિજય મળ્યો છે.