Gujaratમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન તાપી અને રાજકોટમાં ઇવીએમ ખોટવાયા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન તાપી અને રાજકોટમાં ઇવીએમ ખોટવાયાની ફરિયાદ પ્રકાશમાં આવી છે. જેમાં તાપીના સોનગઢમાં નગર પાલિકાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં મોકપોલ દરમિયાન 2 ઈવીએમ ખોટવાયા હતા.સોનગઢ નગર પાલિકાના વોર્ડ નંબર સાતમાં બે મશીન ખોટવાયા હતા જેને તાત્કાલિક બદલવામાં આવ્યા હતા.
રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં ઇવીએમ ખોટવાયું
જ્યારે અન્ય ઘટનામાં રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં ઇવીએમ ખોટવાયું હતું, જેમાં મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 8 માં મતદાન મથક 5માં ઇવીએમ ખોટવાયું છે. જ્યારે એક કલાક થયા ઇવીએમ મશીન થતા મતદારો અટવાયા હતા. જેમાં દેસાઈ વાડીના ચભાડીયા સ્કૂલમાં ઇવીએમ ખોટવાયું હતું. જોકે, ઇવીએમ ખોટવાતા મતદારોની લાઇન લાગી છે.
આ પણ વાંચો…Gujaratના છોટાઉદેપુરમાં અનોખો ચૂંટણી જંગ, એક જ પરિવારના ચાર સભ્યો મેદાનમાં…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોનો ભારે ઉત્સાહ
ગુજરાતમાં યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સવારથી જ મતદાન મથકો પર મત આપવા આવી રહ્યા છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. જૂનાગઢ મનપાની 60 પૈકી 52 બેઠકો માટે મતદાન થઇ રહ્યુ છે. વોર્ડ નંબર 3 અને 14ની કુલ 8 બેઠકો બિનહરીફ થઇ છે. 251 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. જૂનાગઢમાં 2.29 લાખ મતદારો 157 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.