સોલર રૂફટોપ ક્રાંતિ: પીએમ સૂર્ય ઘર યોજનામાં 27 ટકા હિસ્સા સાથે ગુજરાત દેશમાં મોખરે | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

સોલર રૂફટોપ ક્રાંતિ: પીએમ સૂર્ય ઘર યોજનામાં 27 ટકા હિસ્સા સાથે ગુજરાત દેશમાં મોખરે

ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને રાજસ્થાન – પાંચ રાજ્યો પીએમ સૂર્ય ઘર યોજનામાં સંયુક્ત 75 ટકા હિસ્સો

અમદાવાદ: સરકાર દ્વારા લોકો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. પીએમ સૂર્ય ઘર મફળ વીજળી યોજના હેઠળ સોલર અપનાવવા ગુજરાત અગ્રેસર છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ટેડા મુજબ, રાજ્યમાં આ યોજના હેઠળ 4.51 લાખ સોલર રૂફટોપ ઈન્સ્ટોલેશન થયા છે. જે રાષ્ટ્રીય સરેરાશના 27 ટકા જેટલો હિસ્સો છે અને કુલ ક્ષમતા 1692 મેગાવોટ પર પહોંચી છે.

મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમે

ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને રાજસ્થાન – એમ પાંચ રાજ્યો પીએમ સૂર્ય ઘર યોજનામાં સંયુક્ત 75 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીના રાજ્યો કુલ ઇન્સ્ટોલેશનમાં બાકીનો 25 ટકા હિસ્સો ધરાવે છે. મહારાષ્ટ્ર 19 ટકા હિસ્સા અને 3.05 લાખ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે છે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં ગુજરાત કેમ અગ્રેસર

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ફેબ્રુઆરી 2024માં ઘરોમાં સૌર ઊર્જા ઉત્પન્ન કરવા અને મફત વીજળી મેળવવા સક્ષમ બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં આ યોજના હેઠળ સૌથી વધુ ઇન્સ્ટોલેશન નોંધાયા છે. સૂત્રોએ જણાવ્યું કે, પીએમ સૂર્ય ઘર યોજનામાં સબસિડી અને બેંકો દ્વારા સોફ્ટ લોન ઓફર કરવામાં આવે છે, તેનાથી રહેણાંક છત પર સોલર અપનાવવામાં જોરદાર વધારો થયો છે. અગાઉ આ માત્ર શહેરો સુધી મર્યાદીત હતી, હવે છત પર સોલર ઇન્સ્ટોલેશન ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝડપથી વધી રહ્યા છે.

આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, લોકો સોલર રૂફટોપના ફાયદાને સમજી રહ્યા છે અને મૌખિક પબ્લિસિટીથી વેગ મળ્યો છે. ગુજરાતમાં સોલર ઊર્જા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ છે, રાજ્યમાં 1100 થી વધુ વિક્રેતાઓ છે, જેના કારણે પણ યોજનાને વેગ મળી રહ્યો છે.

આ પણ વાંચો…પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું, તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે વધારો

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button