ગુજરાતમાં IPS અધિકારીઓ વચ્ચે વિવાદ: મનીષ સિંહે અભય ચુડાસમાને ₹8 લાખ જમા કરાવવા કહ્યું | મુંબઈ સમાચાર
અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં IPS અધિકારીઓ વચ્ચે વિવાદ: મનીષ સિંહે અભય ચુડાસમાને ₹8 લાખ જમા કરાવવા કહ્યું

અમદાવાદઃ ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચે ફરી કોલ્ડ વોરની શરૂઆત થઈ છે. એક જુનિયર આઈપીએસ અધિકારીએ એડિશનલ ડીજીપી સામે રિકવરી કાઢી હતી. તેમણે કહ્યું કે, તમે સરકારી વાહનનો ખાનગી ઉપયોગ કર્યો છે એટલે અંદાજે આઠ લાખ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવો.
શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચે લડાઈ નવાઈની વાત નથી. IPS મનીષ સિંહે સિનિયર IPS અભય ચુડાસમા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું હતું. મનીષ સિંહ સામે કેટલીક ખાતાકીય તપાસ કરવાની હતી, જે અજય ચુડાસમાના ભાગે આવી હતી. ચુડાસમાએ મનીષ સિંહ વિરુદ્ધ સરકારને રિપોર્ટ સુપરત કર્યો હતો. મનીષ સિંહ લાંબા સમયથી સાઇડ લાઇન પર છે. ડીજીપી ઓફિસમાં આવેલા મોટર ટ્રાન્સપોર્ટના એસપી તરીકે તેઓ ફરજ બજાવે છે. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની જે કામગીરી ગુજરાત પોલીસના વાહનોની ફાળવણી કરવી તેમજ નવા વાહનો ખરીદવાની છે.

આ પણ વાંચો: ગુજરાતના 2 IPS અધિકારીને મળશે પ્રેસિડેન્ટ મેડલ! આ રહી શૌર્ય અને સેવા ચંદ્રકોની યાદી

હાલ અભય ચુડાસમા લાંબા સમયથી ગુજરાત સરકારની કરાઇ એકેડમીમાં પ્રિન્સિપાલ તરીક ફરજ બજાવે છે. હાલમાં તેઓ એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવે છે. કરાઈ એકેડમીમાં મુકવામાં આવ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું પરંતુ સરકારે સ્વીકાર્યું નથી. હવે તેઓ 31 ઓક્ટોબર, 2025ના રોજ નિવૃત્ત થશે. આ દરમિયાન મનીષ સિંહે એક લેટર લખ્યો છે, જે મુજબ જ્યારે સરકારી અધિકારીને રહેઠાણ ફાળવવામાં આવે ત્યારે તે આવવા-જવા માટે સરકારી વાહનનો ઉપયોગ કરી શકે છે. અભય ચુડાસમા હાલ કરાઈ એકેડમીના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને આ એકેડમીમાં જ એક સરકારી આવાસ છે, જે આચાર્ય માટે બનાવવામાં આવ્યું છે. પણ અભય ચુડાસમા ત્યાં રહેતા નથી. તેના બદલે તેઓ અમદાવાદના પોતાના નિવાસ સ્થાનેથી સરકારી વાહન દ્વારા આવ-જા કરે છે.

આમ તેમણે અમદાવાદથી ગાંધીનગર સુધી આવવા જે સરકારી વાહનનો ઉપયોગ કર્યો તે ખાનગી ઉપયોગ ગણવામાં આવ્યો હતો. કારણકે તેમનું કાયદેસરનું રહેઠાણ કરાઇ એકેડમી છે પરંતુ તેના બદલે તેઓ દરરોજ અમદાવાદથી કરાઈ આવે છે. આ રીતે મહિને તેઓ 3000 કિલોમીટર સરકારી વાહનનો ખાનગીરીતે ઉપયોગ કરે છે. એટલે તેમણે હમણા સુધી સરકારી વાહનનો ખાનગી ઉપયોગ કર્યો તેનો પેટ્રોલ ખર્ચ ગણીએ તો રૂ. 7.92 લાખ થાય છે. આ ખર્ચ એમટી સેક્શનના પોલીસ ઇન્સ્પેક્ટરે વસૂલવો એવો એસપી મનીષ સિંહે આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ખળભળાટ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સિનિયર IPS અધિકારીઓનો ક્લાસ લીધો!

આ ઉપરાંત મનીષ સિંહે એમટી સેક્શનના પીઆઈને પણ બીજો એક પત્ર લખ્યો છે. જેમાં ફરી ન રહેલા અને રિઝર્વ વાહનો સરકારને પરત કરવા પણ જણાવ્યું હતું. આમ મનીષ સિંહે અભય ચુડાસમા નિવૃત્ત થાય તે પહેલા 7.92 લાખ વસૂલ કરવાનો આદેશ આપ્યો હતો.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button