અમદાવાદ: ગુજરાતમાં(Gujarat) ફરી એક વાર ઇન્કમ ટેકસ વિભાગ સક્રિય બન્યું છે. જેમાં કરચોરી કરી રહેલા ઉદ્યોગગૃહો અને વેપારી પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ આજે રાજકોટમાં સવારથી જ મીઠાના જથ્થાબંધ વેપારી પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડયા છે. આ ઉપરાંત જામનગર ,અમદાવાદ અને ગાંધીઘામમાં પણ મીઠાના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઓપરેશના મોટી સંખ્યામાં આવકવેરાના કર્મચારીઓ જોડાયા છે. તેમજ અનેક સાઇટ અને ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
25 થી વધુ ટીમો આ દરોડામાં કાર્યરત
ઇન્કમ ટેક્સના દરોડા અંગે પ્રાપ્ત માહિતી અંગે આજે વહેલી સવારથી જ મીઠાના વેપારી પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અનેક જાણીતા ગ્રુપ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટ, જામનગર, ગાંધીધામ અને અમદાવાદમાં અનેક ઓફિસોમાં તપાસ આદરવામાં આવી છે. જેમાં ઇન્કમટેક્સની 25 થી વધુ ટીમો આ દરોડામાં કાર્યરત છે.
આ પણ વાંચો…મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સુરતમાં “મેક ઇન ઇન્ડિયા સ્ટીલ”ના બ્રિજનું લોકાર્પણ
મોટાપાયે કરચોરી પકડાવવાની શકયતા
ઇન્કમ ટેક્સ વિભાગે કરચોરીના શંકાના આધારે રાજકોટ, અમદાવાદ , જામનગર અને ગાંધીધામમાં મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, તેના પગલે મીઠાના વેપારીઓ સહિત અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે આ દરોડામાં મોટાપાયે કરચોરી પકડાવવાની શકયતા છે.