અમદાવાદ

Gujarat માં ઈફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો, ખેડૂત સંગઠનોમાં રોષ

અમદાવાદઃ ગુજરાતના(Gujarat)ખેડૂતોને નવા વર્ષમાં જ આર્થિક ફટકાનો સામનો કરવો પડ્યો છે. ઈફકોએ રાસાયણિક ખાતરની 50 કિલોની પ્રતિ બેગ દીઠ 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો. આ ભાવ વધારા બાદ અગાઉ 1,470 રૂપિયામાં મળતું એનપીકે ખાતર હવે ખેડૂતોએ 1720 રૂપિયામાં ખરીદવું પડશે. આ ભાવ વધારાથી રવિ સીઝનમાં ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ અસર થશે. ખેડૂત સંગઠનોએ આ ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે.

આ પણ વાંચો: કચરામાંથી કંચનઃ ગુજરાતમાં ૩ વર્ષમાં કચરામાંથી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ખાતર બનાવવામાં આવ્યું

ભાવ વધારાનું કારણ સરકારે જાહેર કરવું જોઇએ

ઈફકોએ રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરતાં કિસાન સંઘના આગેવાનોએ કહ્યું હતું કે, ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં ઘટાડો થશે. ખાતર પરનો ભાવ વધારો પોસાય તેમ નથી. કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યુ હતું કે ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે. ભાવ વધારાનું કારણ સરકારે જાહેર કરવું જોઇએ. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોનું કહેવું હતું કે, એક પણ પાકના ભાવ મળતા નથી.ઉત્પાદન પડતર કરતા પણ નીચા ભાવે ખેડૂતોને તેમનો પાક વેચવાની ફરજ પડે છે.

કેન્દ્ર સરકારને આ ભાવ વધારો પાછો ખેંચવા અપીલ

ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં યુરિયા ખાતરના ભાવમાં કોઈ વધારો થયો નથી, પરંતુ એનપીકે ખાતરમાં કરવામાં આવેલો આ ભાવ વધારો ખેડૂતો માટે આર્થિક બોજ બની રહેશે. તેમણે કેન્દ્ર સરકારને આ ભાવ વધારો પાછો ખેંચવા અપીલ કરી હતી. જેથી સબસિડી મળવા છતાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓમાં વધારો ન થાય

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button