અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા વહિવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં એક સાથે 68 IAS અધિકારીઓએ પ્રમોશન સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં 4 આઇએએસ અધિકારીઓને પ્રમોશન જ્યારે 64 આઈએએસની બદલી કરવામાં આવી છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નાસરસનની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનીધી પાનીને નિયુક્ત કરવામાં આવ્યા હતાં.
Also read : અમદાવાદ પોલીસ અને AMC પર હાઈકોર્ટ લાલધુમ; કહ્યું આદેશોનું પાલન કરો નહિતર…
અવંતિકાસિંઘને GACLના MDનો વધારાનો ચાર્જ
તે ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર તરીકે કાર્યરત સંદિપ સાંગલેની જગ્યાએ રેવેન્યૂ વિભાગના સચિવ સ્વરૂપ પીને ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાંઆ આવ્યા છે. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સેક્રેટરી અવંતિકાસિંઘને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડીકેને પણ પ્રમોશન આપીને GIDCના વાઈસ ચેરમેન તેમજ એમડી બનાવવામાં આવ્યા છે. મહેસાણાના કલેક્ટર નાગરાજ એમ.ને પણ પ્રમોશન આપીને ગુજરાત એસટી નિગમના એમડી તરીકે મુકવામાં આવ્યા છે.
ડૉ. વિનોદ રામચંદ્ર રાવ સરકારના મુખ્ય સચિવ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી દ્વારા બદલી અને બઢતીના આદેશ કરાયા આવ્યા છે. જેમાં ડૉ. વિનોદ રામચંદ્ર રાવને સરકારના સચિવ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને એચએજીના પગાર ધોરણમાં બઢતી આપી સરકારના અગ્ર સચિવના હોદ્દા પર અને સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે.
Also read : Govt. Job: સિવિલ જજની ભરતી માટે ગુજરાત હાઇ કોર્ટની જાહેરાત…
એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદને સરકારના સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અનુપમ આનંદ, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય મિલિંદ શિવરામ તોરાવણે મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.તરીકે નિમણૂક આપવામાં આવી છે.