અમદાવાદ

Gujarat માં મેડિકલ સ્ક્રીનિંગ માટે હવે હોસ્પિટલે મંજૂરી લેવી પડશે, આયુષ્યમાન કાર્ડની વિગતો નહિ માંગી શકાય…

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ખ્યાતિકાંડ બાદ સરકારે પીએમજેવાય(PMJAY SOP)યોજના હેઠળ થતાં ઓપરેશન અને સારવાર માટે નવી એસઓપી જાહેર કરી છે. જેમાં હવે રાજ્યમાં કોઇપણ હોસ્પિટલ મંજૂરી વિના મેડિકલ સ્ક્રીનિંગનું આયોજન કરી શકશે નહિ. તેમજ જો હોસ્પિટલ મેડિકલ સ્ક્રીનિંગનું આયોજન કરવા માંગતી હશે તેને પૂર્વ મંજૂરી લેવી પડશે.

આ પણ વાંચો : PMJAY યોજનાનું કૌભાંડઃ 1,500 રુપિયામાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનો પર્દાફાશ, 6થી વધુની ધરપકડ

કેમ્પમાં દર્દી પાસે આયુષ્યમાન કાર્ડની વિગતો માગી શકાશે નહીં

જેમાં પીએમજેવાય સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલ કયા પ્રકારના રોગોનો મેડિકલ કેમ્પમાં સમાવેશ કરી શકશે અને નહીં કરી શકે તે સ્પષ્ટ કર્યું છે. આ સાથે મેડિકલ કેમ્પ યોજાશે તેમાં જિલ્લા કે તાલુકા કક્ષાના આરોગ્ય વિભાગના અધિકારી ફરજિયાત હાજર રહેશે. એસઓપીનો ભંગ કરીને મેડિકલ કેમ્પ યોજનારી હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાશે. કેમ્પમાં દર્દી પાસે આયુષ્યમાન કાર્ડની વિગતો માગી શકાશે નહીં.

જોઇન્ટ રિપ્લેસમેન્ટ જેવી સર્જરીનો કેમ્પમાં સમાવેશ નહિ કરાય

આ ઉપરાંત જોઇન્ટ રિપ્લેસમેન્ટ જેવી સર્જરી ટાઇપની બીમારીનો કેમ્પમાં સમાવેશ કરી શકાશે નહીં. તેની સામે નેશનલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા નિયત કરાયેલા બિનચેપી રોગ, મોતિયો, અંધત્વની સારવાર વગેરેનો મેડિકલ કેમ્પમાં સમાવેશ કરી શકાશે. કેમ્પ યોજ્યા પછી તેના આયોજકોએ લાઇન ઓફ ટ્રીટમેન્ટની વિગતો જિલ્લા આરોગ્ય અધિકારીને પણ આપવી પડશે. તેના કારણે દર્દીઓને બીમારી અને આગામી સારવારમાં શેની જરૂર પડી શકે છે તેની જાણકારી મળી શકશે.

જિલ્લા આરોગ્ય અધિકારીને વિગતો આપવી પડશે

મેડિકલ કેમ્પની સ્થાનિક આરોગ્ય ઓથોટિરીને જાણ કરવી પડશે તે પછી સ્થાનિક તાલુકા કે જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના અધિકારી કે સિનિયર કર્મચારીએ મેડિકલ કેમ્પમાં ફરજિયાત હાજરી આપવી પડશે. જેઓ કેમ્પની કામગીરી ઉપર નજર રાખશે. કેમ્પ બાદ દર્દીઓને કેવી સારવારની જરૂર પડશે તેની વિગતો પણ જિલ્લા આરોગ્ય અધિકારીને આપવી પડશે.

આ પણ વાંચો : Gujarat સરકારની મોટી કાર્યવાહી, PMJAY યોજનામાં ગેરરીતિ બદલ વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ…

દબાણ કે લાલચથી હોસ્પિટલમાં આવવા પ્રોત્સાહિત કરી શકાશે નહીં

પીએમજેવાય સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલો મેડિકલ કેમ્પ યોજી શકશે. પરંતુ જે દર્દીનું તેમાં સ્ક્રીનિંગ કરાશે તેમની પાસેથી આયુષ્યમાન કાર્ડની વિગતો માગી શકશે નહીં. એટલું જ નહીં, દર્દીને કોઇપણ રીતે હોસ્પિટલના આયોજકો કે તબીબો દબાણ કે લાલચ આપીને તેમની હોસ્પિટલમાં આવવા પ્રોત્સાહિત કરી શકાશે નહીં તેવી જોગવાઇ પણ એસઓપી માં કરવામાં આવી છે. એસઓપીનો ભંગ કરનારી ખાનગી હોસ્પિટલના આયોજકો સહિત જવાબદારો સામે પગલાં લેવાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button