Gujarat હાઇકોર્ટે મહાનગરપાલિકાઓને પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ અંગેનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો…
અમદાવાદઃ ગુજરાત(Gujarat ) હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ, મટીરીયલ રિકવરી ફેસીલિટી, પ્લાસ્ટિક વેસ્ટના રુલ્સ અને નોર્મ્સનું પાલન થાય છે કે નહી તે મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ અને નોર્મ્સનું પાલન ના કરતા હોય તેવા કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ નિર્દેશ કર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં પતંગોત્સવનો આરંભ, દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો માત્ર ગુજરાતનો
ભાવનગર કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટ સેગરેશનની કોઇ વ્યવસ્થા નથી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્યની આઠ મહાનગર પાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મુદ્દે કરાયેલા ઇન્સ્પેકશન અને મેળવાયેલા ડેટા સાથેનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકાના કિસ્સામાં ગંભીર ચૂક હોવાનું જણાવાયું હતું. ભાવનગર કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટ સેગરેશનની કોઇ વ્યવસ્થા કે મશીનરી જ નહી હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું.
આ પણ વાંચો : Surat માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી, 25 ટન ભેળસેળયુક્ત ઘી ઝડપ્યું
આગામી 31 જાન્યુઆરીએ સુનાવણી
જ્યારે ગાંધીનગરમાં ત્રણ પૈકીની બે સાઇટમાં વેસ્ટ રિકવરી ફેસીલિટી અને ડમ્પીંગ સાઇટ ઓપરેશનલ નહી હોવાનું જણાતા હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આવા કસૂરવારો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જણાવ્યું હતું. આ કેસની સુનાવણી આગામી 31 જાન્યુઆરીએ મુકરર કરવામાં આવી હતી.