Gujarat HC : વેટલેન્ડની જાળવણી માટે સુઓમોટો પીટીશન...

નડાબેટ સહિતના વેટલેન્ડની જાળવણી માટે હાઈકોર્ટની સુઓમોટો પીટીશન…

અમદાવાદઃ ગુજરાતમાં નળસરોવર, વઢવાણા વેટલેન્ડ, થોળ તળાવ, ખીજડિયા પક્ષી અભયારણ્ય અને નડાબેટ વિસ્તારોમાં વેટલેન્ડ્સની જાળવણી માટે હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. હવે કોર્ટ મિત્ર સ્થળની તપાસ કરશે અને વધુ સુનાવણી માર્ચ મહિનામાં યોજાશે.

Also read : રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ સરકારી કર્મચારીના જામીન મંજૂર પણ સાગઠિયાને રાહત નહીં

PILને સુઓમોટો અરજી તરીકે નોંધવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના 11 ડિસેમ્બર, 2024 ના આદેશને ધ્યાનમાં રાખીને હાલની પીઆઈએલને સુઓમોટો અરજી તરીકે નોંધવામાં આવી હતી. જેથી કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતા વેટલેન્ડ સ્થળોની યોગ્ય જાળવણી પર દેખરેખ રાખી શકાય.

સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બર, 2024ના રોજ 2018ની પેન્ડિંગ પીઆઈએલમાં પસાર કરેલા આદેશમાં તેના રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપ્યો હતો કે તેઓ અપડેટેડ રામસર સાઇટ્સની સંપૂર્ણ યાદી તમામ હાઇકોર્ટને મોકલે અને હાઇકોર્ટને કહ્યું હતું કે, જો જરૂરી હોય તો, કોર્ટને મદદ કરવા માટે એક કોર્ટ મિત્રની નિમણૂક કરવામાં આવે. તે ઉપરાંત ખાતરી કરવામાં આવે કે તેમના અધિકારક્ષેત્રમાં આવેલી રામસાર સાઇટ્સ યોગ્ય રીતે જાળવવામાં આવે છે કે નહીં.

કોર્ટ મિત્ર ગૌતમ જોશીએ આપી વિગતો
જેથી કોર્ટ મિત્ર તરીકે હાજર રહેલા સિનિયર એડવોકેટ ગૌતમ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વેટલેન્ડની જાળવણી માટે શું કરવામાં આવ્યું છે તેની માહિતી રજૂ કરવાની રહેશે. ભારત-પાક સરહદ પર નડાબેટ ખાતે સ્થિત એક વેટલેન્ડ છે જે ભારતમાં કદાચ સૌથી મોટી છે જેનો અડધો ભાગ ગુજરાતમાં છે અને બાકીનો અડધો ભાગ પાકિસ્તાનમાં છે.

Also read : HMPV: અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, 4 મહિનાના બાળકને લાગ્યો ચેપ

નડાબેટમાં વધુ એક વેટલેન્ડ
કોર્ટે નોંધ્યું હતું કે, જોશીએ આ સ્થળોની મુલાકાત લેવા માટે સ્વૈચ્છિક સેવા આપી હતી. કોર્ટે જોશીની રજૂઆત નોંધી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશમાં ઉલ્લેખિત ચાર વેટલેન્ડ્સ ઉપરાંત, નડાબેટમાં વધુ એક વેટલેન્ડ સ્થિત છે. જોશી આ વેટલેન્ડ્સની જાળવણી કેવી રીતે કરવામાં આવી રહી છે તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવવા માટે સ્વૈચ્છિક મુલાકાત લેશે અને આ કેસની વધુ સુનાવણી આગામી તા. 12 માર્ચના રોજ હાથ ધરાશે.

સંબંધિત લેખો

Back to top button