ફરી ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન લંબાવ્યા, હવે ૩ સપ્ટેમ્બરે સુનાવણી | મુંબઈ સમાચાર
અમદાવાદ

ફરી ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન લંબાવ્યા, હવે ૩ સપ્ટેમ્બરે સુનાવણી

અમદાવાદ: સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામના હંગામી જામીન ૩ સપ્ટેમ્બર સુધી લંબાવ્યા હતા. આગામી સુનાવણી ૩ સપ્ટેમ્બરના રોજ થશે. ગઈકાલે આસારામને મેડીકલ તપાસ માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 86 વર્ષીય આસારામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યા હતા. તે સમયે ઓપીડીમાં લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવતા સામાન્ય જનતાએ હાલાકી ભોગવી હતી. આ પહેલાં તે ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કર્યો હતો.

આ પહેલા સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. આસારામે કોર્ટ સમક્ષ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માગ કરી હતી તેમ જ આ માટે તેણે હોસ્પિટલ અને ડોક્ટરના પ્રમાણપત્રો રજૂ કર્યાં હતાં. આ પ્રમાણપત્રોને ચકાસવા માટે સરકારી વકીલે સમય માંગ્યો હતો અને આથી હંગામી જામીન લંબાવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે કોર્ટે ત્રીજી વખત આસારામના જામીનને લંબાવ્યા છે, આ પૂર્વે 27 જૂને હાઇ કોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ હાઇકોર્ટે આસારામના જામીન 01 મહિનો સુધી વધાર્યા હતા. ત્યારે આ ચોથીવાર જામીન લંબાવ્યા હતા.

આપણ વાંચો:  મહિલા PSI-ઈટાલીયાની બોલાચાલીના વિડિયોમાં અભદ્ર ટીપ્પણી કરવી ભારે પડી; પોલીસે પાંચ લોકોને ઝડપ્યા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button