ગુજરાત હાઈકોર્ટે સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષાના પરિણામને પડકારતી અરજી ફગાવી

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે કેટલાક ઉમેદવારો દ્વારા સબ-ઈન્સ્પેક્ટર પરીક્ષાના પરિણામને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. જેમાં પસંદગી બોર્ડે ઉમેદવારોને ચાર વિષયોમાં દરેકમાં 40 ટકા માર્ક મેળવવા ફરજીયાત બનાવ્યા હતા. આ અંગે કોર્ટે જણાવ્યું હતું કે જો દરેક વિષયમાં ઉમેદવારના જ્ઞાનને ચકાસવાને બદલે તેમના એકંદર મૂલ્યાંકનને ધ્યાનમાં લેવામાં આવે તો પસંદગીનો હેતુ નિષ્ફળ જશે.
ભરતી નિયમોનું ખોટું અર્થઘટન
આ અંગે નાપાસ જાહેર કરાયેલા અરજદારોએ વર્ષ 2021 ની જાહેરાત અનુસાર ગુજરાત સબઓર્ડિનેટ સિલેક્શન બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા ડાયરેક્ટર, જનરલ હોમગાર્ડ્સ, ગૃહ વિભાગ હેઠળ સબ-ઈન્સ્પેક્ટર/પ્રશિક્ષક, ગ્રેડ III ના પદ માટે પસંદગી માટે અરજી કરી હતી. આ અરજદારોને નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા અને દલીલ કરવામાં આવી હતી કે જ્યારે તેઓએ કુલ 40 ટકા થી વધુ માર્ક મેળવ્યા હતા. ત્યારે ભરતી નિયમોના ખોટા અર્થઘટન પર તેમને નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. કારણ કે તેઓએ દરેક વિષયમાં 40 ટકા માર્ક મેળવ્યા ન હતા.
નિયમોમાં એગ્રીગેટ શબ્દનો કયાય ઉલ્લેખ નથી
આ અંગે રાજય સરકારે જણાવ્યું હતું કે, અરજદારોની દલીલ સ્વીકારવાથી એક ઉમેદવાર તરીકે અસંગત સ્થિતિ બનશે. જેણે એક વિષયમાં ઓછામાં ઓછા લાયકાત માર્ક મેળવ્યા ન હોય પરંતુ જરૂરી કુલ ગુણ મેળવ્યા હોય તે પસંદગી માટે હકદાર રહેશે. આ પસંદગીનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે બધા વિષયોમાં ઓછામાં ઓછા પાસિંગ માર્ક મેળવનાર ઉમેદવારને પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવે. તેમજ આ નિયમોમાં એગ્રીગેટ શબ્દનો કયાય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
આપણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે પ્રદુષિત પાણી ગામના તળાવમાં ઠાલવવા મુદ્દે સત્તાધિકારીઓને અવમાનના નોટિસ પાઠવી