અમદાવાદ

ગુજરાત હાઇ કોર્ટે શિક્ષણ વિભાગના બે ટોચના અધિકારીઓને કોર્ટના અનાદર બદલ નોટિસ ફટકારી

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે અનાદર કરવા બાદ રાજ્યના બે ટોચના શૈક્ષણિક અધિકારીઓને નોટિસ ફટકારી હતી. કરાર આધારિત લેકચર્સ અને એડ હૉકને એરિયર્સની ચૂકવણી કરવાનો પણ ઓર્ડર કર્યો હતો.

ન્યાયાધીશ એએસ સુપેહિયા અને ન્યાયાધીશ એલ એસ પિરઝાદાની ડિવિઝન બેંચે રાજ્યના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ સુનયના તોમર અને ટેક્નિકલ શિક્ષણના કમિશનર બીએચ તલાટને નોટિસ ફટકારી હતી.

આપણ વાચો: ‘પલ્પ ફિક્શન’ની યાદ અપાવતા કેસમાં ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત…

સરકારી એન્જિનયરિંગ અને પોલિટેકનિક કોલેજોના લેકચરર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં જણાવ્યું કે, તેમને તેમની બાકી રકમ ચુકવવામાં આવી હતી પરંતુ 8 ટકા વ્યાજ ચુકવવામાં આવ્યું નહોતું.

આ કેસ એડ-હૉક અને કરાર-આધારિત વ્યાખ્યાતાઓ અને સહાયક પ્રોફેસરો દ્વારા દાખલ કરાયેલી અગાઉની રિટ અરજીમાંથી સામે આવ્યો હતો. અરજદારોએ દલીલ કરી હતી કે તેમને અન્યાયી રીતે તેમના સહકર્મીઓને મળતા નિયમિત પગાર ધોરણ, વધારો (ઇન્ક્રિમેન્ટ), રજાઓ, રજા (લીવ) અને અન્ય લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા હતા.

આપણ વાચો: ગુજરાત હાઈ કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીને ખખડાવી, કહ્યું- અમારી આંખે જોયું છે

કોર્ટે પ્રથમ લેક્ચરર્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકારને તેમને નિયમિત પગાર ધોરણ અને સંબંધિત તમામ લાભો ચુકવવાનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે આને લેટર્સ પેટન્ટ અપીલમાં પડકાર્યો હતો. અપીલને ફગાવી દેતા હાઇ કોર્ટે સરકારને અરજદારોને ત્રણ મહિનાની અંદર 8 ટકા વ્યાજ સાથે સંપૂર્ણ બાકી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

રાજ્ય સરકાર આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ, પરંતુ તેની અરજી પણ ફગાવી દેવામાં આવી. સરકાર દ્વારા હાઇ કોર્ટમાં દાખલ કરાયેલી રિવ્યુ પિટિશન પણ નકારી કાઢવામાં આવી હતી. કોર્ટે ધ્યાન દોર્યું કે દરેક કાનૂની તબક્કે હાર્યા હોવા છતાં, રાજ્ય સત્તાધીશો વિલંબ કરી રહ્યા હતા. હાઇ કોર્ટે આ માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે આરોપો ઘડવાની ચેતવણી આપી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button