ગુજરાતમાં ચાર દિવસ ગરમી પડશે, 15 ઓગષ્ટ બાદ વરસાદની શક્યતા | મુંબઈ સમાચાર

ગુજરાતમાં ચાર દિવસ ગરમી પડશે, 15 ઓગષ્ટ બાદ વરસાદની શક્યતા

અમદાવાદ : ગુજરાતના હવામાનમાં બદલાવ આવ્યો છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના લીધે આગામી ચાર દિવસ લોકોને ફરી એકવાર ગરમીનો અનુભવ થશે. તેમજ રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાની શક્યતા છે. રાજયમાં 10 થી 14 ઓગસ્ટ દરમિયાન ગરમી સાથે બફારો રહેવાની પણ રહેશે. રાજયમાં મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે.

શનિવારે 31 તાલુકામાં નજીવો વરસાદ

ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જેના કારણે બફારો અને ગરમીમાં વધારો થયો છે. શનિવારે સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ડાંગના શુબીરમાં 18 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.

સિઝનનો કુલ 63.84 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 63.84 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.88, ઉત્તર ગુજરાતમાં 66.20, મધ્ય ગુજરાતમાં 66.23 અને સૌરાષ્ટ્રમાં 55.79 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં આજે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે? હવામાન વિભાગે આપી આવી આગાહી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button