ગુજરાતમાં ધર્માંતરણ કરીને મુસ્લિમ બનનારાં સામે પણ કાર્યવાહીનો હાઈ કોર્ટનો સંકેત

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે વધુ એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જે મુજબ ધર્માંતરણ કરીને મુસ્લિમ બનનારાં સામે પણ કાર્યવાહી થઈ શકશે. ગુજરાત હાઈ કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ પોતાને ધર્મ પરિવર્તનનો ‘પીડિત’ ગણાવે, પરંતુ પછીથી અન્ય લોકોને ધર્મ બદલવા માટે દબાણ કરે, તો તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ન્યાયાધીશ નીરજર દેસાઈએ આ ટિપ્પણી કરતાં કેટલીક અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય લોકો પર ધર્મ પરિવર્તનનું દબાણ કરે કે લાલચ આપે તો તે પણ ગુનાની શ્રેણીમાં આવે છે.
અરજદારોએ કહ્યું હતું કે તેઓ મૂળ રૂપે હિંદુ હતા અને અન્યના દબાણમાં આવીને ઈસ્લામ અંગીકાર કર્યો હતો. તેથી તેઓ પોતે પીડિત છે, આરોપી નથી. પરંતુ કોર્ટે જોયું કે તેમણે જ આગળ જતાં અન્ય લોકોને ધર્મ બદલવા માટે પ્રભાવિત કર્યા અને તેમના પર દબાણ કર્યું હતું. જેને લઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો : ‘પલ્પ ફિક્શન’ની યાદ અપાવતા કેસમાં ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત…
શું છે મામલો?
આ મામલો ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશનનો છે. એફઆઈઆરમાં આરોપ છે કે ત્રણ લોકોએ લગભગ 37 હિંદુ પરિવારોના 100થી વધુ લોકોને લાલચ આપીને ઈસ્લામમાં ધર્માંતરિત કર્યા હતા. જ્યારે એક વ્યક્તિએ આનો વિરોધ કર્યો, તો તેને ધમકાવવામાં આવ્યો હતો. જેના પછી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત, એક વિદેશી નાગરિક પર પણ ધર્મ પરિવર્તન માટે ફંડિંગ કરવાનો આરોપ છે. કોર્ટે તેના કેસમાં પણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે તે ઘણીવાર ભારત આવી ચૂક્યો છે અને તપાસમાં સહયોગ કરી રહ્યો નથી.
આ પણ વાંચો : ગુજરાત હાઈ કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીને ખખડાવી, કહ્યું- અમારી આંખે જોયું છે