અમદાવાદ

પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે ગુજરાતે નિયમોને કડક બનાવ્યા…

અમદાવાદઃ જમીનના બોગસ અને છેતરામણા વ્યવહારો અટકાવવા અને જમીનમાલિકો-મકાનમાલિકોના હીતોનું રક્ષણ કરવા માટે ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન એન્ડ સુપરિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામા આવ્યું હતું. આ નિર્દેશ ગુજરાત હાઈકોર્ટના એક સીમાચિહ્નરૂપ ચુકાદાને આભારી છે. આ સાથે રજિસ્ટ્રેશનને રદ કરવાના એકપક્ષીય દસ્તાવેજોના વ્યાપક ઉપયોગ પર નિયંત્રણનો પણ એક પ્રયાસ હોવાનું માનવામાં આવે છે.

ઓક્ટોબર, 2025માં હાઈકોર્ટે એક ચૂકાદો આપ્યો હતો. આ કેસ રાજધાની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સાથે સંકળાયેલા લાંબા વિવાદનો છે, જેમાં મૂળ માલિકો અને એગ્રીગેટર્સે કથિત રીતે એકપક્ષીય રીતે અગાઉના વેચાણ કરાર રદ કરીને કરાર નોંધાવ્યા હતા અને કથિત છેતરપિંડી દ્વારા સંમતિ હુકમનામું મેળવ્યું હતું.

આ કવાયતને “કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન” ગણાવતા, હાઇકોર્ટે એકપક્ષીય કેન્સલેશનના કરાર રદ કર્યા હતા, અને કહ્યું હતું કે તે માત્ર સોસાયટી સાથે જ નહીં પરંતુ કોર્ટ સાથે પણ છેતરપિંડી સમાન છે. આ ચુકાદા બાદ નવું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે.

નવા પરિપત્રમાં મોટાભાગના મુદ્દા ઘણા સ્પષ્ટ છે અને તમામ સબ-રજિસ્ટ્રારને દસ્તાવેજોની નોંધણી કરતી વખતે કાયદાનું કડક પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેનો સ્પષ્ટ ઉદ્દેશ્ય નાગરિકોની મુશ્કેલી ટાળવાનો અને શક્ય હોય તેટલા કોર્ટ કેસ ઓછા કરવાનો છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button