ગુજરાતની જીએસટીની આવકમાં નવેમ્બર મહિનામાં સાત ટકાનો ઘટાડો

અમદાવાદઃ કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના જીએસટી ડેટા અનુસાર, નવેમ્બર 2025 માં ગુજરાતે તેના પ્રિ-સેટલમેન્ટ સ્ટેટ જીએસટીની આવકમાં 7%નો ઘટાડો નોંધાવ્યો હતો. નવેમ્બર 2024માં રૂ.4,101 કરોડની સરખામણીમાં નવેમ્બર 2025 રૂ.3,825 કરોડ એકત્રિત કર્યા હતા.
જોકે, જ્યારે એસજીએસટી પોસ્ટ સેટલમેન્ટમાં એક ટકાનો વધારો નોંધાયો હતો. જે નવેમ્બર 2024 માં રૂ. 6,657 કરોડથી વધીને નવેમ્બર 2025 માં રૂ. 6,723 કરોડ થયો હતો. આ સૂચવે છે કે સીધા એસજીએસટી પ્રવાહમાં ઘટાડો થયો હોવા છતાં, ગુજરાતને આ વર્ષે ઉચ્ચ આઈજીએસટી સેટલમેન્ટનો લાભ મળ્યો છે.
ગુજરાત એવા ઘણા મુખ્ય રાજ્યોમાંનું એક છે જ્યાં પ્રિ-સેટલમેન્ટ જીએસટી આવકમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે. મધ્યપ્રદેશમાં 8 ટકા, ઉત્તર પ્રદેશમાં પણ 7 ટકા, તમિળનાડુમાં 4 ટકા અને અને રાજસ્થાનમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આસામ, તેલંગણા અને હરિયાણામાં પ્રિ-સેટલમેન્ટ અને પોસ્ટ સેટલમેન્ટ બન્ને કેટેગરીમાં વૃદ્ધિ નોંધાઈ હોવાનું અહેવાલોએ જણાવ્યું હતું.



