Gujarat એસ.ટી. નિગમની લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન સફળ, મુસાફરો માટે ઉપયોગી
અમદાવાદ : ગુજરાત(Gujarat)એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને સારી સુવિધા આપવા સતત ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે મુસાફરોને મુસાફરી દરમ્યાન સતત અપડેટ મળતા રહે અને સમયસર બસ સ્ટેશન પહોંચી શકે છે. જેની માં ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમે (GSRTC)લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બનાવ્યું છે. ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે. જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે.
મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી સમયની બચત
ગુજરાત એસ. ટી. ની લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા PNR નંબર ની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે. એપ્લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે. જેમાં મહિલા અને વયોવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી શકે છે. આ એપ્લિકેશન મારફતે મુસાફરો બસનું લાઈવ લોકેશન જાણી બસ સ્ટેશન પર પહોચવાનું યોગ્ય આયોજન કરી પોતાના સમયની બચત પણ કરી શકે છે.
પરિવહન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા પ્રયાસ
બસોમાં મુસાફરી કરતા મુસાફરોને બસનું લાઈવ લોકેશન મળી રહે તેમજ પરિવહન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે, GSRTC દ્વારા GSRTC Live Tracking Android અને iOS મોબાઇલ એપ્લિકેશન મુસાફરોની સેવામાં કાર્યરત છે, જેમાં 7.19 લાખ મુસાફરો GSRTC Live Android Application તેમજ 41 હજારથી વધુ મુસાફરો દ્વારા GSRTC Live iOS Applicationનો ઉપયોગ કરી રહ્યા છે.