અમદાવાદ મા Millet Festival ની રાજ્યપાલે મુલાકાત લીધી, કહ્યું આવનારો સમય જાડાધાનનો…
![gujarat governor acharya devvratji at millet festival](/wp-content/uploads/2025/02/gujarat-governor-acharya-devvratji.webp)
અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં યોજાયેલા મિલેટ મહોત્સવ( Millet Festival)અને પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. રાજપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ- જાડા ધાનનો છે. મિલેટ – શ્રીઅન્ન તમામ આવશ્યક પોષક તત્વોથી ભરપુર હોય છે. પ્રાકૃતિક ખેત પેદાશો અને જાડાધનનો આહારમાં ઉપયોગ સહુએ વધુમાં વધુ કરવો જોઈએ. સાચી ભક્તિ એટલે કુદરતની વ્યવસ્થામાં સહયોગ આપવો. પ્રાકૃતિક ખેતી, જાડાધનની ખેતી એ જમીનની કુદરતી- નૈસર્ગિક વ્યવસ્થાનો ભાગ છે.
Also read : ગુજરાતમાં ઠંડી-ગરમી માટે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી શું કહે છે, જાણો?
પાણી અને પર્યાવરણ બંનેની બચત શ્રીઅન્નની ખેતીથી થાય
રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટના સમાપન પ્રસંગે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે. ખેડૂત, જમીન અને ઉપભોક્તા; ત્રણેયના સુસ્વાસ્થ્ય માટે મિલેટ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેઓ સક્રિય છે. શહેરના લોકો મિલેટની ઉપયોગીતા સમજે તે જરૂરી છે. ખેડૂત પ્રાકૃતિક અને મિલેટની ખેતી કરે અને શહેરી તંત્ર માર્કેટની વ્યવસ્થા ઉભી કરે તો પોષક આહારને જનજન સુધી પહોંચાડી શકાય. પાણી અને પર્યાવરણ બંનેની બચત શ્રીઅન્નની ખેતીથી થાય છે.
ધાન્યો પેટ ભરે છે પણ પોષણ આપતા નથી
રાજ્યપાલએ પશ્ચિમ બંગાળ અને તેલંગાણાની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિક અહેવાલનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ચોખા અને ઘઉંની ઘણી જાતોમાં પોષક તત્વોની ઉણપ 45 ટકા સુધી જોવા મળી છે. હાઇબ્રીડ બીજ, યુરિયા ખાતર અને ડીએપીનો વપરાશ આ ઉણપ પાછળ કારણભૂત છે. આવા અનાજમાં કેન્સર પ્રેરતા તત્વો હોય છે. આવા ધાન્યો પેટ ભરે છે પણ પોષણ આપતા નથી.
Also read : મને એક વર્ષ પછી પણ વિકાસ દેખાતો નથી, જૂનાગઢમાં ભાજપના સ્થાનિક નેતાઓને આ દિગ્ગજ નેતાએ તતડાવ્યાં
પોષક તત્વોવાળો દૈનિક આહાર જરૂરી
રાસાયણિક ખાતરથી ઉગાડવામાં આવતા અનાજથી માનવ શરીરને થતા નુકસાન સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે, અનાજની ગુણવત્તા ઉતરોતર ઘટી રહી છે. શરીરને બળવાન બનાવવા અને રોગ સામે લડવા માટે તૈયાર કરતા પોષક તત્વોવાળો દૈનિક આહાર જરૂરી છે.