ખાનગી વાહન ચાલકોને પૂલ રાઈડ કરવાની મંજૂરી આપવા પર થઈ રહ્યો છે વિચાર…

અમદાવાદઃ ગુજરાતના મોટા શહેરોમાં ટેક્સી ખૂબ જ ચાલે છે, જેમાં રેપિડો, ઓલા અને ઉબર જેવી બાઈક અને કાર ટેક્સીઓ ખૂબ જ ચાલી રહી છે. જો કે, આવી રાઈડનો અમદાવાદમાં બંધ કરવાની વાતો થઈ હતી. પરંતુ અત્યારે એક સારા સમાચાર આવ્યાં છે. જો તમારી પાસે તમારી માલિકીનું વાહન છે અને તમે મુસાફરી અન્ય લોકો સાથે શેર કરવા માંગો છો તો સરકાર તેની મંજૂરી આપશે. ગુજરાત સરકાર કેબ એગ્રીગેટર્સને મંજૂરી આપી શકે છે તેમાં તમે સામે વાળી વ્યક્તિ પાસે થી રૂપિયા પણ લઈ શકશો.
આ પણ વાંચો : અમદાવાદથી સૌરાષ્ટ્ર જતાં લોકો માટે સારા સમાચાર; રાજકોટ હાઈવેનું 98 ટકા કામ પૂર્ણ…
રાજ્ય સરકારોએ આ નીતિ પર અંતિમ નિર્ણય લેવાનો બાકી
કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા 2024નો મુસદ્દો તૈયાર કર્યો છે. આ ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે. રાજ્ય સરકારોએ આ નીતિ પર અંતિમ નિર્ણય લેવાનો છે. ગુજરાત એપ્રિલ અથવા મે સુધીમાં ખાનગી વાહનો માટે ટેક્સી એગ્રીગેટર નીતિ લાવે તેવી શક્યતા છે. આનાથી ઓલા, ઉબેર અને રેપિડો જેવા ઓનલાઈન ટેક્સી સેવામાં ખાનગી વાહન માલિકોને સામેલ કરી શકશે. જેથી ખાનગી વાહન ચાલકોનો પણ મોટો ફાયદો થવાનો છે.
આસામ સરકારે રાઈડ-શેરિંગ ને મંજૂરી આપી દીધી
તેમને જણાવી દઈએ કે, આસામ સરકારે ઓનલાઈન ટેક્સી એગ્રીગેટરને રાઈડ-શેરિંગ ને મંજૂરી આપી દીધી છે. હવે ગુજરાતમાં ટેક્સી એગ્રીગેટર નીતિ આવે તેવી આશા છે. ગુજરાતમાં અત્યારે રાજ્ય સરકારે ખાનગી વાહનોના ટેક્સી તરીકે ઉપયોગ પર પ્રતિબંધ મૂકેલો છે. ઓનલાઈન ટેક્સી એગ્રીગેટરને રાઈડ-શેરિંગને મંજૂરી આપી દે છે તો દરેક વ્યક્તિ પોતાના ખાનગી વાહનનો ટેક્સી તરીકે ઉપયોગ કરી શકશે અને આવક મેળવી શકશે.
આના માટે નોંધણી પ્રક્રિયા કેવી હશે?
જો આ નીતિને ગુજરાત સરકાર મંજૂરી આપી દે છે તો પૂલિંગ માટે તેમના ખાનગી વાહનોનો ઉપયોગ કરવા માંગતા ડ્રાઇવરોએ ઓળખ પુરાવા, રહેઠાણની વિગતો, પોતાના અને મુસાફરો માટે ઓછામાં ઓછા રૂ. 5 લાખનું વીમા કવરેજ, માન્ય પીયુસી પ્રમાણપત્ર અને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેઓ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ અથવા પોલીસ કેસમાં સંડોવાયેલા નથી તેની પુષ્ટિ કરતી સ્વ-ઘોષણા આપીને એપ્લિકેશન પર નોંધણી કરાવવી પડશે. એટલે જ નહીં પરંતુ તેના માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ફી પણ ચૂકવવાની રહેશે.
કોઈ પણ વ્યક્તિ આવકના સ્રોત માટે આનો ઉપયોગ નહીં કરી શકે
આ નીતિને જો મંજૂરી આપી દેવામાં આવે તો, રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પણ અનિવાર્ય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ વ્યક્તિ આવક માટે ઉપયોગ નહીં કરી શકે. માત્ર પોતાના પરિવહનનો ખર્ચ ઓછો કરવા માટે જ કરી શકશે. જેમાં શહેરમાં એક દિવસમાં ચાર અને શહેર બહારની મુસાફરી હોય તો અઠવાડિયામાં માત્ર બે યાત્રાઓ કરી શકાશે.
આ પણ વાંચો : અમદાવાદથી ધોલેરા માત્ર ૫૦ મિનિટમાં પહોંચી શકાશે, જાણો ક્યારે કામગીરી થશે પૂર્ણ
શહેરમાં એક દિવસમાં માત્ર ચાર રાઈડ જ લઈ શકાશે
એ વાત પર ભાર મૂકવો જોઈએ કે ડ્રાઇવરો કાર અથવા બાઇક પૂલિંગનો ઉપયોગ પ્રાથમિક આવકના સ્ત્રોત તરીકે કરી શકતા નથી પરંતુ ફક્ત તેમના સંચાલન ખર્ચને આવરી લેવા માટે. તેથી, એગ્રીગેટર તેમને શહેરની સીમાઓમાં દરરોજ ચાર ટ્રિપ્સ અને અઠવાડિયામાં બે ઇન્ટરસિટી ટ્રિપ્સ સુધી મર્યાદિત રાખશે. આ સાથે જો તમારા વાહનનું કોઈ ઈ-ચલણ બાકી શકે તો આનો ઉપયોગ કરી શકાશે નહીં, જો કે, રાજ્ય સરકાર દ્વારા હજી તેને મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ તો મંજૂરી મળી જાય છે તો આ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.