ગુજરાત સરકારની બેદરકારી, ગૃહ વિભાગ હેઠળની કચેરીઓમાં 3374 સીસીટીવી કેમેરા બંધ હાલતમા

અમદાવાદઃ ગુજરાતના 33 જિલ્લાઓમાં ગૃહ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓમાં 3374 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ કુલ 11 જિલ્લામાં 100થી વધુ સીસીટીવી બંધ હાલતમાં છે. કુલ બંધ સીસીટીવીમાંથી 46 ટકા માત્ર પાંચ જિલ્લા અમદાવાદ, કચ્છ, સુરત, જૂનાગઢ અને ભાવનગરમાં છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ સીસીટીવી બંધ હાલતમાં છે.
11 જિલ્લામાં 100થી વધુ સીસીટીવી બંધ હાલતમા
સરકારે આપેલી માહિતી મુજબ બંધ સીસીટીવી પાછળના કારણોમાં વાયરિંગમાં ખામી, સિસ્ટમમાં શોર્ટ સર્કિટ, ટેક્નિકલ ખામી અને જૂના બિલ્ડીંગમાંથી નવા બિલ્ડીંગ બનવાના કારણે સીસીટીવી ઇન્સ્ટોલ કરાયા ના હોવાના કારણો આપ્યા છે. રાજ્યમાં કુલ 11 જિલ્લામાં 100થી વધુ સીસીટીવી બંધ હાલતમાં છે.
જામનગરમાં 82 સીસીટીવી બંધ
આ જિલ્લા સિવાય ગૃહ વિભાગ હેઠળની નવસારીની કચેરીઓમાં 152, પાટણમાં 144, વડોદરામાં 110, પંચમહાલ-ગોધરામાં 107, સુરેન્દ્રનગરમાં 105, ગાંધીનગરમાં 100 સીસીટીવી બંધ હાલતમાં છે. રાજકોટમાં 92, અમરેલીમાં 89, ગીર-સોમનાથમાં 86, જામનગરમાં 82 સીસીટીવી બંધ છે.
આપણ વાંચો: રાજકોટમાં છાશ પીતા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, એક બાળકની હાલત ગંભીર
સુરત જિલ્લામાં 236 સીસીટીવી બંધ
સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 466 સીસીટીવી બંધ હાલતમા છે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં 453 સીસીટીવી બંધ, સુરત જિલ્લામાં 236 સીસીટીવી બંધ, જૂનાગઢ જિલ્લામાં 203 સીસીટીવી બંધ, ભાવનગર જિલ્લામાં 178 સીસીટીવી બંધ છે.