અમદાવાદ

ટ્રાફિક જવાનોના ભથ્થામાં સીધો 50 ટકાનો વધારો, જાણો કેટલું મળશે દૈનિક ભથ્થું

અમદાવાદઃ રાજ્ય સરકારને ટ્રાફિક જવાનોને મોટી ભેટ આપી હતી. ટ્રાફિક જવાનોના ભથ્થામાં સીધો 50 ટકાનો વધારો કરાયો હતો. જે મુજબ હવે તેમને હવેથી 450 માનદ વેતન મળશે. પહેલા તેમને 300 રૂપિયા માનદ વેતન મળતું હતું. મળતી વિગત પ્રમાણે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ વિભાગે TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં રૂ. 150નો વધારો કર્યો હતો. જેને તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો હતો.

કેટલા વર્ષ પછી કરાયો વેતનમાં વધારો

વર્ષ 2018ના ઠરાવ બાદ લાંબા સમય પછી આ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો. જેનાથી રાજ્યના અંદાજે 10,000 થી વધુ TRB જવાનો અને તેમના પરિવારોને આ આર્થિક વધારાનો સીધો લાભ મળશે.શરૂઆતમાં સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, જે આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના હેતુથી સરકારે આ સંવેદનાત્મક અભિગમ અપનાવ્યો હતો.

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે.

આ પણ વાંચો…ગુજરાત સરકારનો મોટો નિર્ણય, TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button