Gujarat government વધુ નવ સરકારી સ્કૂલને તાળા મારશે | મુંબઈ સમાચાર

Gujarat government વધુ નવ સરકારી સ્કૂલને તાળા મારશે

અમદાવાદઃ ગુજરાતના અરવલ્લી જિલ્લાની નવ શાળામાં તાળા મારવાનો વારો આવ્યો છે. આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવામા આવશે. જ્યારે જરૂરી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઊભી કરવા અને આ શાળાના શિક્ષકોને અન્ય શાળાઓમાં ફરજ સોંપવાની સહિતની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી જોગવાઈ, ઠરાવ, શિક્ષણ નિયમ અને શિક્ષણ અધિકાર નિયમો અંતર્ગત 20 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ બંધ કરવા આદેશ કરાયો હતો. ત્યારે અરવલ્લી જિલ્લામાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે, જેના કારણે જિલ્લાની કુલ નવ પ્રાથમિક શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા જિલ્લાની સાકરીયા કંપા, કરશનપુરા કંપામાં ધોરણ 1 થી 5 વર્ગ બંધ કરાયા છે,
મુન્શીવાડામાં ધોરણ 1 થી 5ના વર્ગ બંધ કરાયા છે, બાયડની બાદરપુરા, વટવડીયા શાળા બંધ કરાઇ છે. આ ઉપરાંત ભિલોડાના મોતીપુરા અને મેઘરજની માળ કંપા પ્રાથમિક શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોડાસા તાલુકાના મુન્શીવાડા શાળામાં 1 થી 5 ધોરણમાં માત્ર એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો શિક્ષણ આપી રહ્યાં હતાં. જિલ્લાની આ તમામ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 20થી ઓછી છે જેના કારણે DPEOની મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

સરકારના આ નિર્ણયને કૉંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને ભાજપના શાસનમાં શિક્ષણની અવદશા થઈ છે, તેવા આક્ષેપો કર્યા હતા.

સંબંધિત લેખો

Back to top button