ગુજરાતમાં એક વર્ષમાં રૂપિયા 7303 કરોડનું Drugs ઝડપાયું, પોલીસ તંત્ર એક્શનમાં

અમદાવાદઃ ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના(Drugs)દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસ પણ સતત એલર્ટ રહી ડ્રગ્સ તસ્કરોના અડ્ડા પર દરોડા પાડતી હોય છે. રાજ્યના જુદા જુદા ભાગોમાંથી નિયમીત રીતે અફીણ, ગાંજો, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્સનો જથ્થો પકડાતો રહે છે,છેલ્લા એક વર્ષમાં 7303 કરોડના કેફી પદાર્થ પકડાયા હતા. નશાબંધીનો કડક કાયદો ધરાવતા રાજયમાં રોજેરોજ નાના મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાય છે. આ ડ્રગ્સનુ ગુજરાતમાં જ સેવન થતુ હોવાની આશંકા છે. 2024 ના વર્ષમાં 1882 કિલો મેકેડ્રોનનો જથ્થો પકડાયો હતો.
ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં ઓપરેશન કરીને જંગી જથ્થો જપ્ત કરાયો હતો તેના આધારે ગુજરાતની બોર્ડર ડ્રગ્સની હેરફેરનો મુખ્ય માર્ગ બન્યાની શંકા ઉઠે છે. ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સના કુલ જથ્થામાંથી 6871 કરોડના કેફી દ્રવ્યો ગુજરાત એટીએસ દ્વારા એકલા હાથે અથવા કોસ્ટગાર્ડ નેવી કે નાર્કોટીકસ વિભાગ સાથે સંકલન સાધીને પકડવામાં આવ્યા હતા.
એક વર્ષમાં 24000 કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યાa
ગુજરાત પોલીસનાં રીપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 24000 કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા હતા.નાર્કોટીકસ કાયદા હેઠળ 582 કેસોમાં 848 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.ગુજરાત એટીએસના ડીઆઈજીએ એવો દાવો કર્યો હતો કે પકડાયેલુ મોટાભાગનું ડ્રગ્સ ગુજરાત માટેનું ન હતું અને મોટાભાગે પંજાબમાં ઘુસાડવાનું હતું મધદરીયે હાથ ધરાયેલા ઓપરેશનોમાં પકડાયેલા હેરોઈન હેરોઈન તથા કોરેનનાં શીપમેન્ટ પંજાબ માટેના જ હતા અને એકપણ શીપમેન્ટ ગુજરાતમાં ઘુસાડવા માટેના ન હતા.
અમદાવાદમાંથી 27 લાખનું મેફેડ્રોન પકડાયું હતું
ગુજરાતમાં મેફેડ્રોનનું ઉત્પાદન થવા લાગ્યુ હોવાનું માલુમ પડ્યુ છે. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ગુજરાતનો લાંબો દરીયાકાંઠો તથા ભરચકક ટ્રાફીકથી ધમધમતા બંદરોને કારણે ડ્રગ્સ માફીયાઓ ગુજરાતનો ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. એકથી બીજા દેશ અને બીજા રાજયોમાં ડ્રગ્સ ઘુસાડવા માટે દાણચોરોની પહેલી પસંદ દરીયાઈ માર્ગ ન શક્ય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદમાંથી 27 લાખનું મેફેડ્રોન પકડાયું હતું. ઉપરાંત દાહોદમાંથી પણ ડ્રગ્સ પકડાયું હતું.