અમદાવાદ

ગુજરાતમાં Cyber Security ને પ્રાધાન્ય અપાશે, આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂપિયા 299 કરોડની જોગવાઈ

અમદાવાદઃ ગુજરાતના નાણા પ્રધાને વર્ષ 2025-26ના બજેટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એકસેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિકયુરિટી(Cyber Security)અને સાયબર ઈન્ટેલીજન્સની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂપિયા 299 કરોડની જોગવાઈ કરી હતી.

નાર્કોટીકસ ટાસ્ક ફોર્મ માટે રૂપિયા 23 કરોડની જોગવાઈ

રાજયની વિશિષ્ટ પોલીસ ટુકડીઓ જેમ કે બીડીડીએસ (બોમ્બ ડીટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ) ટીમો, કયુઆરટી કયુક રીસ્પોન્સ ટીમો એસડીઆરએફ સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ, કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા.63 કરોડની જોગવાઈ કરાઈ હતી. રાજયના બાકી રહેતા 24 જીલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સીક યુનીટ શરૂ કરવા માટે રૂપિયા 30 કરોડની અને એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્મ માટે રૂપિયા 23 કરોડની જોગવાઈ છે.

પોલીસ ખાતાના મકાનોના બાંધકામ માટે 217 કરોડની જોગવાઈ

રાજયની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઈઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ માટે રૂપિયા.44 કરોડની, રાજયમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફીક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઉભી કરવા માટે 63 કરોહની, રાજયમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બીન રહેણાંક મકાનોના બાંધકામ માટે 982 કરોડની, વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે 217 કરોડની જોગવાઈ કરાઈ હતી.

આ પણ વાંચો : ગુજરાતના Budget માં કરવેરામાં કરાયા આ મહત્વના ફેરફારો

વલસાડ જીલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફીક પોલીસ સ્ટેશન ઉભુ કરવામાં આવશે. ઉપરાંત કાયદા વિભાગ માટે કુલ 2654 કરોડની જોગવાઈ નાણામંત્રીએ કરી છે. દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે.

ડિઝીટાઈઝેશન માટે રૂપિયા 28 કરોડની જોગવાઈ

અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજજ બનાવવા રાજય સરકાર કાર્યરત છે. વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડીંગના બાંધકામ તથા મરામત માટે રૂપિયા 308 કરોડની, ન્યાયીક અધિકારીઓ અને સ્ટાફના રહેણાકના મકાનો માટે રૂપિયા 165 કરોડની અને હાઈકોર્ટના ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઝેશન અને ડિઝીટાઈઝેશન માટે રૂપિયા 28 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button