
અમદાવાદ: ગુજરાતમાં માવઠા બાદ હવે શિયાળાની ઠંડીનો (Gujarat Weather) રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો 20 ડી.સે.થી નીચો જતો રહ્યો હતો. છેલ્લા 24 ક્લાક દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ૩૨.૪ ડિ. સે. હતું, જે સામાન્ય કરતાં ૨.૧ ડિ. સે. ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૭ ડિ. સે. નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં ૧.૧ ડિ. સે. ઓછું રહ્યું હતું. ગુરુવારે, ગુજરાત પ્રદેશમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ મોટો ફેરફાર નહોતો. સમગ્ર પ્રદેશમાં તાપમાન સામાન્યથી ઓછું નોંધાયું હતું. સૌથી નીચું ૧૬ ડિ. સે. લઘુત્તમ તાપમાન ડીસા અને નલિયા ખાતે નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ એટલે ૧૪/૧૧/૨૦૨૫ સુધી માટે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કોઈ વરસાદની સંભાવના નથી, જેના કારણે ખેડૂતોને રાહત મળી છે. જો કે, રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાની અને ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે. મહત્તમ તાપમાન ૨૭ ડિ. સે. થી ૩૫ ડિ. સે. ની વચ્ચે અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિ. સે થી ૨૦ ડિ. સેની આસપાસ રહેવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ભુજમાં દિવસના તાપમાનનો પારો ૩૫ ડિ. સે અને રાત્રિના તાપમાનનો પારો ૧૯ ડિ. સે, નલિયામાં ૩૩ ડિ. સે અને ૧૬ ડિ. સે, અમરેલીમાં ૩૨ ડિ. સે અને ૧૭ ડિ. સે, ભાવનગરમાં ૩૧ ડિ. સે અને ૨૦ ડિ. સે, પોરબંદરમાં ૩૩ ડિ. સે અને ૨૦ ડિ. સે, રાજકોટમાં ૩૪ ડિ. સે અને ૧૯ ડિ. સે, સુરેન્દ્રનગરમાં ૩૩ ડિ. સે અને ૧૯ ડિ. સે, મહુવામાં ૩૧ ડિ. સે અને ૧૮ ડિ. સે, અમદાવાદમાં ૩૨ ડિ. સે અને ૧૭ ડિ. સે, ડીસામાં ૩૪ ડિ. સે અને ૧૬ ડિ. સે., વડોદરામાં ૩૨ ડિ. સે. અને ૧૭ ડિ. સે., અને સુરતમાં ૩૨ ડિ. સે અને ૨૦ ડિ. સે તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો…રાજ્યમાં આગામી 3 દિવસમાં હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગે કરી આગાહી



