નૂતન વર્ષે નગરદેવીના શરણે CM ભૂપેન્દ્ર પટેલ: શ્રી ભદ્રકાળી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા...
અમદાવાદ

નૂતન વર્ષે નગરદેવીના શરણે CM ભૂપેન્દ્ર પટેલ: શ્રી ભદ્રકાળી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા…

અમદાવાદ/ગાંધીનગર: વિક્રમ સંવત 2082ના મંગલ પ્રારંભ અને નૂતન વર્ષ નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે વ્યસ્ત દિવસ પસાર કરી રહ્યા છે. તેમણે રાજ્યની સમૃદ્ધિ અને શાંતિ માટે વિવિધ મંદિરોમાં દર્શન કર્યા, તેમજ મહાનુભાવો અને સરકારી અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત અને સ્નેહમિલન કાર્યક્રમો યોજ્યા હતા.

નવા વર્ષના પ્રારંભે મુખ્ય પ્રધાને સવારે ધાર્મિક કાર્યક્રમોથી દિવસની શરૂઆત કરી હતી. સવારે 7:05 વાગ્યે શ્રી પંચદેવ મંદિરે દર્શન કર્યા બાદ, દાદા ભગવાન ત્રિમંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ, મુખ્ય પ્રધાને શુભેચ્છા મુલાકાતોનો દોર શરૂ કર્યો હતો.

ત્યારે હવે પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ધાર્મિક આશીર્વાદ લેવા માટે નવા વર્ષના પ્રથમ દિવસે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શન કર્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ચુંદડી ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

સવારે 8:00 વાગ્યે પ્રધાનમંડળ નિવાસસ્થાન, કોમ્યુનિટી હોલ ખાતે પ્રધાનમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાને અમિતભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી નૂતન વર્ષના અભિનંદન આપ્યા હતા.

મુખ્યપ્રધાને શાહીબાગ એનેક્ષીમાં કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી . મુખ્યપ્રધાન સાથે પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાનને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button