અમદાવાદ

કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
નાણા પ્રધાન નિર્મલા સિતારમણે સતત નવમી વાર કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે નાણા પ્રધાનને અભનિંદન આપ્યા હતા અને બજેટને કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ ગણાવ્યું હતું. તેમણે જણા્વયું હતું કે બજેટમાં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે.

આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે.

આપણ વાચો: ગુજરાત કોંગ્રેસે કહ્યું કેન્દ્રીય બજેટમાં રાજ્યની અવગણના નિરાશાજનક બજેટ…

મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે.

ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.

આપણ વાચો: ગુજરાતના ખેડૂતો, દરિયાકાંઠાને લાભ; કેન્દ્રીય બજેટ પર ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર

આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે. 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે. જામનગરનાં ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે.

સમગ્રતયા આ બજેટ સર્વસમાવેશી, સર્વ સ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહિ વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button