ગુજરાતના બાળ તસ્કરી કેસમાં આરોપીના છ દિવસના રિમાન્ડ, પોલીસ હૈદરાબાદ જાય તેવી શકયતા

અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની IUCAW શાખાએ બાળક તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. હિંમતનગરથી માત્ર 3.50 લાખ રૂપિયામાં નવજાત શિશુની ખરીદી કરી તેને હૈદરાબાદમાં વેચવાના રેકેટમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. ત્યારે આ કેસમાં સંડોવાયેલા હિંમતનગરનો “યુનુસ” અને હૈદરાબાદના “નાગરાજ” ને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ તપાસ માટે હૈદરાબાદ જાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.
આપણ વાચો: પાટણ બાળ તસ્કરી કાંડ: કચ્છના આડેસરના નકલી તબીબે બાળકીનો કેટલા લાખમાં સોદો કર્યો હોવાનો થયો ઘટસ્ફોટ?
પંદર દિવસના નવજાત બાળકનું અપહરણ કર્યું
આ સમગ્ર કેસની વિગતો મુજબ આ બાળ તસ્કરી કેસમાં ઝડપાયેલ રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ (ઉં.૪૨), સુમિત બચ્ચનભાઈ યાદવ (ઉં.૨૭) અને વંદનાબેન જીગરભાઈ પંચાલ (ઉં.૩૪)ને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા.
જ્યાં સરકારી વકીલ સરકારી વકીલ પી.વી. પ્રજાપતિએ રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ આશરે પંદર દિવસના નવજાત બાળકનું માનવ તસ્કરી કરવા સારું અપહરણ કર્યું હતું, આ બાળકના વાલીવારસની શોધખોળ પકડાયેલ આરોપીઓની હાજરીમાં થઈ શકે તેમ છે.
આ આરોપીઓએ નવજાત બાળકને હિંમતનગર પાસેથી યુનુસ નામના ઇસમ પાસેથી રૂપિયા 3,50,000 માં ખરીદ કરી હૈદરાબાદ ખાતે રહેતા નાગરાજ નામના એજન્ટને વેચવા જતા જવાના હતા તેથી યુનુસ અને નાગરાજની તપાસ કરવાની છે.
આપણ વાચો: માનવ તસ્કરી : 99 બાળકો લઈ જતાં 5 મૌલવિઓની ધરપકડ; બાળકોને બિહારથી સહારનપુર લઈ લઈ જવાતા હતા
ગુનાનું રેકેટ આંતરરાજ્યો સુધી ફેલાયેલ
આ આરોપીઓની પૂછપરછ દરમ્યાન અગાઉ પણ હૈદરાબાદ ખાતે બાળકના માનવ તસ્કરીના ગુનામાં પકડાયેલ હોવાની હકીકત ધ્યાને આવી છે તેથી બીજા કોઇ ગુના કર્યા છે કે કેમ? આરોપીઓએ બાળ અપહરણ તેમજ માનવ તસ્કરીનો ગંભીર પ્રકારનો ગુનો આચરેલ હોય આ ગુનાનું રેકેટ આંતરરાજ્યો સુધી ફેલાયેલ હોવાનું જણાય છે જેની તલસ્પર્શીય તપાસ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા આરોપીઓની પોલીસ કસ્ટડીની હાજરી જરૂર છે.



