Gujarat એસ.ટી. નિગમ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી દરમિયાન આયોજિત ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસ ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વિટ કરીને માહિતી આપી હતી.
આ પણ વાંચો : ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક સર્વાનુમતે થયું પસાર
એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે
તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જે- તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચનો પ્રસિદ્ધ કરેલ છે. એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે.