ગુજરાતમાં ભાજપ સરકાર બાદ હવે સંગઠનમાં પણ ફેરફાર કરે તેવી શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં ભાજપ સરકારમાં બદલાવ બાદ હવે સંગઠનમાં પણ ફેરફાર કરે તેવી શકયતા છે. જેમાં હાલમાં રાજ્યમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક અને રાજ્ય મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સંગઠનની પુન: રચનાની ચર્ચા રાજકીય વર્તુળમાં તેજ બની છે. જેમાં જીલ્લાથી લઈને સ્થાનિક સ્તર સુધી બદલાવ કરવામાં આવી શકે છે. તેમજ નવા પ્રદેશ પ્રમુખ તેમની અનુકુળતા મુજબ નવી ટીમની રચના કરશે. જેના લીધે આગામી ચૂંટણીઓમાં સંગઠનનો વ્યાપક ઉપયોગ કરી શકાય.
સંગઠનમાં બદલાવની શકયતા
આ અંગે મળતી માહિતી મુજબ સંગઠનમાં પ્રદેશ મહામંત્રીઓથી લઈને શહેર અને જીલ્લા પ્રમુખ અને સંગઠનમાં બદલાવ કરવામાં આવી શકે છે. ભાજપમાં હાલમાં ચાર મહામંત્રીઓ છે. જેમાં પણ બદલાવની શકયતા છે. જેના થકી પક્ષના સંગઠનને મજબૂત બનાવાનો છે.
20 જીલ્લા માટે નવા પ્રભારી મંત્રીઓની પણ નિમણુકની શક્યતા
ભાજપે હાલમાં કરેલા મંત્રીમંડળમાં ફેરફારમાં 10 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે. તેમજ આ સીનીયર નેતાઓની સંગઠનમાં સમાવવામાં આવે તેવી શકયતા છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ 20 જીલ્લા માટે નવા પ્રભારી મંત્રીઓની પણ નિમણુક કરવામાં આવશે. જેના લીધે જીલ્લાઓના સંચાલનમાં વધુ સરળતા થાય.
આપણ વાંચો: ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેન માટેની પરીક્ષાઓ તારીખો જાહેર



