ગુજરાત એટીએસએ પંજાબમાં હથિયારોની હેરાફેરીમાં વોન્ટેડ આરોપીની હાલોલથી ધરપકડ કરી

અમદાવાદ : ગુજરાત એટીએસએ પંજાબમાં હથિયારોની હેરાફેરી અને આતંકી હુમલામાં વોન્ટેડ આરોપી ગુરુપ્રીત સિંહની ધરપકડ કરી છે. એટીએસ રાજ્યના પંચમહાલ જીલ્લાના હાલોલથી તેની ધરપકડ કરી છે. આ અંગેની માહિતી પંજાબ પોલીસે ગુજરાત એટીએસને આપી હતી. આ આરોપી પાકિસ્તાન સ્થિત આતંકવાદી નેટવર્કના ઈશારે દેશમાં ગ્રેનેડ હુમલા કરવા માટે કાર્યરત ગેંગ માટે હથિયારોની દાણચોરીમાં કથિત સંડોવણી માટે વોન્ટેડ છે.
પંજાબ પોલીસને સોંપવામાં આવશે
આ અંગે ગુજરાત એટીએસ જણાવ્યું હતું કે, પંજાબ પોલીસ દ્વારા શેર કરાયેલા ચોક્કસ ઇનપુટના આધારે પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી બિલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. તેને પંજાબ પોલીસને સોંપવામાં આવશે. પંજાબ પોલીસે ગુરદાસપુર જિલ્લામાં કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ ગ્રેનેડની દાણચોરી અને વિસ્ફોટ કરવા અને સરહદ પાર કાર્યરત આતંકવાદી નેટવર્કને મદદ કરવા બદલ કેસ નોંધ્યો હતો.
આઈઆઈએસના હેન્ડલર્સ દ્વારા પંજાબમાં સ્લીપર સેલની ભરતી કરતા
આ અંગે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કેસનો મુખ્ય આરોપી મનુ અગવાન અને મનિન્દર બિલ્લા જે હાલમાં મલેશિયામાં છે. તેઓ પાકિસ્તાનની આઈઆઈએસના હેન્ડલર્સ દ્વારા પંજાબ અને અન્ય રાજ્યોના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગ્રેનેડ હુમલા કરવા અને આતંકવાદ ફેલાવવા પંજાબમાં સ્લીપર સેલની ભરતી કરતા હતા.
દાણચોરીમાં ગુરપ્રીત સિંહની ભૂમિકા
તેમજ એટીએસે હાલમાં ધરપકડ કરાયેલા બે અન્ય આરોપીઓની પૂછપરછ દરમિયાન પંજાબ પોલીસને આતંકવાદી હુમલાઓના કાવતરાના ભાગ રૂપે બે ગ્રેનેડ અને બે પિસ્તોલની દાણચોરીમાં ગુરપ્રીત સિંહની ભૂમિકાની માહિતી મળી હતી.
આ પણ વાંચો…ગુજરાતમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીનો પ્લાન શું હતો? એટીએસે કર્યો ખુલાસો…



