અમદાવાદઅમરેલીટોપ ન્યૂઝ

અમરેલીના ધારીમા લક્ઝરી પલટતા અકસ્માત સર્જાયો, 18 લોકો ઘાયલ

અમદાવાદ : અમરેલી જિલ્લાના ધારીમા લકઝરી બસ પલટતા અકસ્માત સર્જાયો છે. ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાતા 18 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી છે. ચલાલાના અમરેલી રોડ પર બસ પલટી ખાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. બસમા સવાર 18 મુસાફરોને ઇજા પહોચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉનાથી અમદાવાદ જતી બસને મોડી રાત્રે ધારીના ચલાલા પાસે અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં મુસાફરોને ઇજાઓ પહોચી છે. મોડી રાત્રે ખાનગી બસને અકસ્માત નડતા સ્થાનિકોની ભીડ એકત્ર થઇ હતી.

આપણ વાંચો:  શંકરસિંહ વાઘેલાના ભાજપ પર ગંભીર આક્ષેપ! ગોધરા-અક્ષરધામ-પુલવામાકાંડ કરીને સત્તા મેળવી…

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા

સ્થાનિક લોકોએ બસના મુસાફરોને બચાવવા પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘાયલ 18 મુસાફરોને સારવાર માટે ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈપણ મુસાફર અત્યારે ગંભીર સ્થિતિમાં હોય તેવું સામે આવ્યું નથી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને  કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button