અમદાવાદ

ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઇલ કરાશે

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. જેમા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચ મંગળવારે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5 હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામા આવશે. જેમ 105 સાક્ષીઓના નિવેદનનો પણ સમાવેશ થાય છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમા એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ બે દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.

અગાઉ 8 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ

ક્રાઇમ બ્રાંચે આ ચાર્જશીટમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી તેનો પણ ખુલાસો કરવામાં આવશે. સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ 8 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે.

PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

ખ્યાતિ કાંડને લઈ મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ 7 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં 3 ફરિયાદ નોંધાઈ છે. જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે. ઇડીએ કાર્તિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

આપણ વાંચો:  જૂનાગઢના કેશોદમાં નજીવી બાબતે ખેડૂત હત્યા કેસમા 11 લોકોની ધરપકડ

જાણો કોણ છે મુખ્ય આરોપી કાર્તિક પટેલ ?

કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે અને તે હોસ્પિટલમાં ડિરેકટર પદે હતો. જયારે ખ્યાતિ કાંડ પ્રકાશમા આવ્યો ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો અને વિદેશ ભાગી ગયો હતો. મહત્વની વાત તો એ છે કે કાર્તિક પટેલ માર્કેટીંગની ટીમ સાથે મળીને નક્કી કરતો હતો કે કયાંથી કેટલા દર્દીઓ સારવાર માટે લાવવા અને કયાં કેટલા કેમ્પ કરવા એટલે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એક જ કાર્તિક પટેલ કરતો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button