અમદાવાદ

અમદાવાદ પોલીસ અને મનપાની અસંવેદનશીલતા આંખમાં પાણી લાવી દેશે

અમદાવાદઃ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ વકરી છે. તેમાં પણ સુપ્રીમ કોર્ટ અને જે તે રાજ્યોની હાઈકોર્ટ પોલીસ અને સ્થાનિક તંત્રોની બેદરકારીથી સખત નારાજ છે. આથી દરેક શહેરની પાલિકા પર રખડતા ઢોરને પકડવાનું દબાણ છે, પરંતુ અમદાવાદ પોલીસે જે કર્યું છે, તે મનને દુઃખ પહોંચાડનારું છે.

અમદાવાદના નરોડા-નાના ચિલોડા ચાર રસ્તાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે એક 16-17 વર્ષની છોકરી ગાડુ લઈને નીકળી છે. ગાડા સાથે તેનો બળદ બાંધેલો છે, પરંતુ પોલીસ બળદને ગાડાથી છોડી તેને ઢોરના પાંજરમાં પુરી દે છે. છોકરી રડે છે, આજીજી કરે છે, સમજાવે છે કે આ અમારી આજીવિકા છે, પરંતુ પોલીસ એકની બે નથી થતી. આખરે છોકરી ઢોર સાથે જ પાંજરમાં ચડી જાય છે. ગરીબ પરિવારની આ છોકરીની મજબૂરી કોઈની પણ આંખ ભીની કરી દે તેમ છે.

આ પણ વાંચો: થાણેની સ્કૂલની આટલી અસંવેદનશીલતા? બાથરૂમમાં વિદ્યાર્થિનીઓને બોલાવી અને…

એક તો ગાડામાંથી ઢોરને આ રીતે છોડાવી દેવાનું અને ત્યારબાદ છોકરીને ઢોરના પાંજરામાં લઈ જવાનું કોઈપણ શહેરની પોલીસને શોભતું નથી. કાયદાનું પાલન ચોક્કસ સખ્તાઈથી થવું જોઈએ, પરંતુ જ્યાં સંવેદનશીલતા બતાવવાની હોય ત્યાં બતાવી પડતી હોય છે.

જોકે આ મામલે પાલિકા કે પોલીસ સાથે વાત થઈ શકી ન હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button