માત્ર 7500 રૂપિયામાં રાજ્યના 13 શહેરોમાં ફક્ત 9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક, જાણો વિગત | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

માત્ર 7500 રૂપિયામાં રાજ્યના 13 શહેરોમાં ફક્ત 9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક, જાણો વિગત

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા લોકોના લાભાર્થે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છ. જેમાંની એક પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન (GUDM)ની સફળતાના 20 વર્ષ પૂર્ણ થવા પર એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ રાજ્યના 13 શહેરોમાં 20 સ્થળોએ આવાસની જાહેરાત કરવામાં આવી હતી.

કયા શહેરોમાં બનાવાશે મકાન

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા અમદાવાદના હાથીજણ અને ધોળકા, સુરતના છપરાભાઠા, કોસાડ, અમરોલી, સચિન-કનસાડ, વડોદરા ગોરવા, ગોત્રી, અટલાદરા, પાદરા, રાજકોટના ઉપલેટા, જેતપુર, ખેડાના મહેમદાવાદ, ભાવનગરના તરસમિયા, શાસ્ત્રીનગર, મહુવા, ભરૂચના અંકલેશ્વર, નવસારી તેમજ અમરેલી જેવા સ્થળોએ વ્યાજબી દરે મકાન ફાળવવામાં આવશે.

અરજી વખતે 7500 રૂપિયા ભરવા પડશે

9 લાખ રૂપિયામાં 41.00 ચો.મીટર કાર્પેટ એરિયામાં 1.5 બેડરૂમ, હોલ અને કિચન આપવામાં આવશે. આ યોજના અંતર્ગત મકાન મેળવવા માંગતા અરજદારો ગુજરાત હાઉસિંગ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gujarathousingboard.gujarat.gov.in પર અરજી કરી શકશે. અરજી કરતી વખતે અરજદારોએ 7500 રૂપિયા ભરવા પડશે.

આ પણ વાંચો…વડા પ્રધાનના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરાશે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button