અમદાવાદ

માત્ર સાત મહિનામાં ગુજરાત રાજ્યમાં થયું 7.5 ગીગાવૉટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન

અમદાવાદઃ યુનિયન મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતે સ્વચ્છ ઉર્જા વિસ્તરણ ક્ષેત્રમાં સૌથી ઝડપી પ્રગતિ નોંધાવી છે અને એપ્રિલથી ઓક્ટોબર, 2025ના સમયગાળા દરમિયાન 7.5 ગીગાવૉટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કર્યું છે. આમ થવાથી ઓક્ટોબર, 31 સુધીમાં રાજ્યની ઊર્જા ક્ષમતા 40.69 ગીગાવૉટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આમાં અન્ય સ્ત્રોતો ઉપરાંત 24.14 ગીગાવૉટ સૌર ઉર્જા અને 14.49 ગીગાવૉટ પવન ઉર્જાનો સમાવેશ થાય છે. એક ઔદ્યોગિક અંદાજ મુજબ આ વધારો મુખ્યત્વે રાજ્યમાં યુટિલિટી-સ્કેલ સોલાર પાર્ક ઇન્સ્ટોલેશન અને પવન ઇન્સ્ટોલેશન દ્વારા પ્રેરિત થયો હતો.

આપણ વાચો: અમેરિકન કંપની ભારતમાં બનાવશે પરમાણુ રિએક્ટર, પરમાણુ ઊર્જા ક્ષમતા વધશે

ઝડપી પ્રોજેક્ટ ક્લિયરન્સ, હાઇબ્રિડ પાર્કમાં ઝડપી લેન્ડ પૂલિંગ અને સુધારેલ ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરે યુટિલિટી-સ્કેલ પ્રોજેક્ટ્સના બેકલોગને દૂર કરવામાં મદદ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ સાથે રાજ્ય સરકાર 2030 સુધી 100 ગીગાવૉટ નવીનીકરણીય ક્ષમતાના લક્ષ્ય તરફ સખત મહેનત કરી રહી છે, અને અમે તે પ્રાપ્ત કરવા માટે પ્રોજેક્ટ્સને ઝડપી બનાવી રહ્યા છીએ. જ્યાં પણ ડેવલપર્સ પડકારોનો સામનો કરી રહ્યા છે, પછી ભલે તે જમીન કે ગ્રીડ કનેક્ટિવિટી સંબંધિત હોય, અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ અને તેમને ઉકેલી રહ્યા છીએ.

યુટિલિટી-સ્કેલ સોલાર અને પવન ઊર્જાની સાથે, હાઇડ્રો, ટાઇડલ અને પંપ સ્ટોરેજ માટે નવી નીતિઓ પાઇપલાઇનમાં છે.
ગુજરાતમાં પુષ્કળ જળાશયો અને જળ સંસાધનો છે જેનો મોટાપાયે સંગ્રહ માટે ઉપયોગ કરી શકાય છે, અને આગામી પ્રાદેશિક સમિટમાં નવા રોકાણને આકર્ષિત કરવું એ પ્રાથમિકતા રહેશે, તેમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button